ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ વિવાદમાં… શિક્ષકે ઢોર માર મારતા વિદ્યાર્થીને ગળાના ભાગે થઈ ઈજા
Ahmedabad: અમદાવાદની નાલંદા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ વિવાદમાં આવતા ચકચાર મચી જવા પામી છે. ઘોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને આભા કાર્ડ ફોર્મ ન લાવવા મુદે માર માર્યો હોવાની વાત સામે આવી છે. વિદ્યાર્થી કૌશલ દેસાઈને ગળાના ભાગે ઇજા થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અવારનવાર શાળામાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના આવતી રહે છે. ત્યારે અમદાવાદના ઘટલોડિયાની નાલંદા સ્કુલમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામમે આવી છે. વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નાલંદા સ્કૂલના ટીચર કિરીટ પટેલે ઢોર માર માર્યો છે. આ અગાઉ પણ વિદ્યાર્થીને રૂમમાં પુરીને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. શાળાનો નિયમ છે કે કોઈને માર મારવામાં આવતો નથી. જોકે, હાલ શિક્ષક પાસે માફીનામુ લખવામાં આવ્યું છે. બે દિવસમાં શિક્ષકના સસ્પેન્ડ અંગે મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરાશે.
આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે કચ્છની ધરા ધ્રુજી, ભચાઉમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો