વડોદરામાં 3 ગણેશ પંડાલોમાં ગણેશજીની મૂર્તિ ખંડિત કરાઈ, આરોપીની ધરપકડ
Vadodara: હાલ દેશભરમાં ગણેશ ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના સુરતમાં મોડી રાતે સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં સુરત પોલીસે 27 જેટલા લોકોની અટકાયત કરી છે. ત્યારે વડોદરા શહેરમાં 3 ગણેશપંડાલોમાં ગણેશજીની મૂર્તિ ખંડીત કરાઈ હોવાની માહિતી પણ સામે આવી છે.
વડોદરાના રાજમહેલ રોડ અને દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ 3 ગણેશ મંડળોની મૂર્તિ ખંડીત કરાઈ હોવાની ઘટના પણ સામે આવી છે. રણછોડ યુવક મંડળ, પ્રગતિ યુવક મંડળ અને ખાડિયા પોળ યુવક મંડલની ગણેશ મૂર્તિને ખંડિત કરાઈ છે. અહીં મૂર્તિમાં તોડફોડ કરતાની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૂર્તિમાં તોડફોડની ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, આરોપી ગણેશ મંડળમાંથી સામાન ચોરવા આવ્યો હોવાનુ તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો: હર્ષ સંઘવીએ કર્યું ટ્વિટ, સૂર્યોદય પહેલા જ 27 આરોપીને પકડી લીધા
આ સમગ્ર મામલે પોલીસે આરોપીને પણ ઝડપી પાડ્યો છે. ત્યાં જ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગણેશ મંડળે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કૃણાલ વિનોદભાઈ ગોદડીયા નામના શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ચોરીના બહાને મૂર્તિઓ ખંડીત કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.