ભરૂચમાં નરાધમે દુષ્કર્મ આચરી વિકૃતિની હદ વટાવી, 10 વર્ષની બાળકીને ગંભીર ઈજા પહોંચી
Bharuch: ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઇજા પહોંચી છે. અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. જોકે, બાળકીને હાલ સારવાર હેઠળ વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલ ખસે઼ડવામાં આવી છે. તપાસને લઈને પોલીસ દ્વારા ચકચારી કેસ માટે સ્પેશ્યિલ ટીમ બનાવવામાં આવી છે. આ ઘટનાને લઈને ભરૂચ એસ.પીએ જણાવ્યું છે કે, આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવા પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ગાબા ટેસ્ટ પૂરી થતાની સાથે જ કરી જાહેરાત