September 12, 2024

પાકિસ્તાનને ધૂળ ચટાડી યુવરાજ સિંહની સેના WCLની વિજેતા બની

India vs Pakistan: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સમાં, ભારત ચેમ્પિયન ટીમે પાકિસ્તાન ચેમ્પિયન્સને 5 વિકેટથી હરાવી દીધું છે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંબાતી રાયડુએ મેચમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા જીતવામાં સફળ રહી હતી. પાકિસ્તાનની ટીમના કેપ્ટને ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક સાબિત થયો હતો.

જીત અપાવી હતી
ટાર્ગેટનો પીછો કરતી વખતે મેચમાં ભારતની શરૂઆત કંઈ ખાસ જોવા મળી ના હતી. સુરેશ રૈના અને રોબિન ઉથપ્પા એક જ ઓવરમાં આઉટ થઈ ગયા હતા. અંબાતી રાયડુ અને ગુરકીરત સિંહની જોરદાર બેટિંગ જોવા મળી હતી. ગુરકીરત સિંહે 34 રન બનાવ્યા હતા. યુસુફ પઠાણે 16 બોલમાં 30 રન બનાવ્યા હતા. ઈરફાન પઠાણે ચોગ્ગો ફટકારીને ભારતીય ચેમ્પિયન્સને જીત અપાવવામાં મોટો ફાળો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Delhi Capitalsના મુખ્ય કોચ પદે આ અનુભવી ખેલાડીને મળી શકે છે જવાબદારી

શાનદાર ઇનિંગ રમી
પહેલી બેટિંગ કરતા પાકિસ્તાન ચેમ્પિયન્સે 156 રન બનાવ્યા હતા. ટીમનો ઓપનર શરજીલ ખાન મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. તે 12 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો. કામરાન 24 રન બનાવીને પવન નેગીના હાથે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. શોએબ મલિકે 36 બોલમાં 41 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. વિનય કુમાર, પવન નેગી અને ઈરફાન પઠાણે 1-1 વિકેટ લીધી હતી.