June 30, 2024

વેસ્ટ ઈન્ડિઝમાં 14 વર્ષ પહેલા ભારત અને અફઘાનિસ્તાનનો થયો હતો મુકાબલો, શું થયું હતું ત્યારે?

IND vs AFG: T20 વર્લ્ડ કપ 2024 માં સુપર-8 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આજે સુપર-8માં પોતાની પહેલી મેચ રમશે. આ મેચમાં તેનો સામનો અફઘાનિસ્તાન ટીમ સાથે થવાનો છે. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝમાં 14 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ આ વખતે રમાઈ રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં છેલ્લી વખતે ભારત અને અફઘાનિસ્તાનની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આવો જાણીએ કે આ તે સમયે મેચ કોણ જીત્યું હતું.

ટક્કર થઈ હતી
વર્ષ 2010 T20 વર્લ્ડ કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે એકતરફી જીત પ્રાપ્ત કરી હતી. આ સમયે વર્તમાન ટીમના ખેલાડીઓમાં માત્ર રવિન્દ્ર જાડેજા જ તે સમયે મેચનો ભાગ હતો. આ સમયે રવિન્દ્ર જાડેજાનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. બંને ટીમો વચ્ચે રમાયેલી તે મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 115 રન જ બનાવ્યા હતા. આ સમયે નૂર અલી ઝદરાને સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ આ લક્ષ્ય માત્ર 14.5 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.

આ પણ વાંચો: સિનિયર બોલર જિંદગીના પ્લેગ્રાઉન્ડમાંથી ‘આઉટ’, ક્રિકેટજગતમાં શોક

પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમની પિચ પર બોલર અને બેટ્સમેન વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. આ મેદાનની પિચ બોલરોને બાઉન્સ અને સ્વિંગ આપે છે. જેના કારણે બોલરોને તેનો ફાયદો થાય છે. આ સમયે બેટિંગ કરનારી ટીમને પણ આ મેદાન પર ફાયદો થાય છે. આ મેદાનમાં સૌથી ખાસ ભૂમિકા રહે છે તો તે ટોસની છે. મોટે ભાગે તેવું થાય છે કે જે ટીમ ટોસ જીતે છે તેના ફાળે જે તે મેચમાં જીત મેળવે છે.