November 2, 2024

ભારત અને બાંગ્લાદેશ આ પ્રથમ મેચ કેવી રીતે અને ક્યાં જોઈ શકશો?

IND vs BAN: ટેસ્ટ મેચ બાદ હવે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ શરૂ થવાની છે. પહેલી મેચ 6 ઓક્ટોબરના રમાવાની છે. ક્રિકેટ ચાહકો ઘણા બધા છે પરંતુ દરેક સ્ટેડિયમમાં મેચ જોવા જઈ શકતા નથી. જેના કારણે તમારે ટીવી કે પછી ફોનમાં તમારે મેચ જોવાની રહેશે. હવે તમને સવાલ થતો હશે કે તમારે મેચ કેવી રીતે જોવી. આવો જાણીએ તમામ માહિતી.

અહિંયા જોવો લાઈવ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝ પછી હવે સિરીઝનો વારો છે. તમે ઘણી બધી એપથી લાઈવ  પ્રસારણ જોઈ શકો છો પરંતુ તેના માટે તમારે પૈસા પે કરવાના રહેશે. પરંતુ તમે અમારી વેબ પર https://newscapital.com/ પર લાઈવ સતત અપડેટ જોઈ શકો છો. આ સિવાય તમે Jio Cinema એપ પર પણ સતત અપડેટ મેળવી શકો છો.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

ખેલાડીઓ પાસે અનુભવ નથી
મહત્વની વાત એ છે કે ભલે બાંગ્લાદેશની T20માં માત્ર એક જ જીત થઈ હોય પરંતુ ટીમ ઈન્ડિયાની આ વખતે મેચ જીતવી સરળ નહીં હોય. બાંગ્લાદેશની ટીમનું પ્રદર્શન પણ સારું જોવા મળી રહ્યું છે. ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો ટીમની કમાન . સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. જોકે હાર્દિક પંડ્યા એક સિનિયર ખેલાડી ટીમમાં જોવા મળશે. પરંતુ બાકીના તમામ ખેલાડીઓ યુવા છે જેમની પાસે અનુભવ નથી.