IND vs BAN: શું મોહમ્મદ શમી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકશે?
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/sss-67b46bac09545.jpg)
IND vs BAN: ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાનો મુકાબલો રમવા માટે તૈયાર છે. પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે. જેમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની ટીમ સામે રમશે. આ મેચમાં બંને ટીમ રમાવા માટે પ્રયાસ કરશે. શમી 14 મહિના સુધી મેદાનથી દૂર રહ્યો હતો હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવાનો છે. જોકે ચિંતા એ છે કે તેની વાપસી પછી તેની ખાસ બોલિંગ જોવા મળી નથી. આ મેચ દરમિયાન શમી સચિનનો રેકોર્ડ તોંડી શકે છે.
આ પણ વાંચો: મહાકુંભની વાયરલ ગર્લ મોનાલીસા અટવાઈ માયાજાળમાં, જેટલા મોઢા એટલી ચર્ચા
સચિન તેંડુલકરે બાંગ્લાદેશ સામે વનડેમાં 12 વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ અત્યાર સુધીમાં 9 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ અને ઝહીર ખાનના નામે પણ 12-12વિકેટ લેવાનો રેકોર્ડ છે. જો શમી 3 વિકેટ લેશે તો સચિનનો રેકોર્ડ તોડી શકે છે.
બાંગ્લાદેશ સામે વનડેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
જસપ્રીત બુમરાહ- 12
ઝહીર ખાન – 12
સચિન તેંડુલકર – 12
મોહમ્મદ શમી- 9
વીરેન્દ્ર સેહવાગ- 9
અજિત અગરકર- 16
રવિન્દ્ર જાડેજા- 14