આ ખેલાડી ODI અને T20I પહેલા એક મહિના માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર
IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની બાકી છે. આ દરમિયાન એક મહિના સુધી આકાશ દીપ ક્રિકેટના મેદાનથી દૂર રહેવાનો છે. કારણ કે તેને પીઠનો દુખાવો છે. જેના કારણે ઈંગ્લેન્ડ સિરીઝનો ભાગ બની શકશે નહીં.
આ પણ વાંચો: આંખોની રોશની વધારવી છે? તો આ શાકભાજી ખાવ
આકાશ દીપ મેદાન પર નહીં આવી શકે
આકાશદીપ અંદાજે 2 મહિના સુધી ક્રિકેટના મેદાનમાં જોવા નહીં મળે. ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ મેચ પણ તે રમી શક્યો નથી. એક રિપોર્ટ પ્રમાણે તેને કમરમાં દુખાવો તયો છે. જેના કારણે તે 2 મહિના સુધી તે ક્રિકેટના મેદાનમાં જોવા મળશે નહીં. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ T20 સિરીઝની પહેલી મેચ કોલકાતામાં રમાશે. મહત્વની વાત એ છે કે આકાશ દીપ પણ આ જગ્યાનો રહેવાસી છે. જો આકાશ દીપ રમ્યો હોત તો તેને ઘર આંગણે મેચ રમાવાનો મોકો મળત.