June 30, 2024

IND vs ENG: ચાહકો ક્યારે, ક્યાં અને કેવી રીતે ભારત-ઇંગ્લેન્ડ LIVE મેચ મફતમાં જોઈ શકે?

IND vs ENG: રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ આજે ઇંગ્લેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાની નજર T20 વર્લ્ડ કપનું બીજું ટાઈટલ જીતવા પર છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ઈંગ્લેન્ડની ટીમે ભારતને સેમીફાઈનલમાં હરાવી દીધું હતું. રોહિત આજે તે સમયનો બદલો લેવા માટે આજે ચોક્કસ પ્રયત્ન કરશે.

આજની મેચ જોરદાર
આજની મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને અને ઈંગ્લેન્ડની ટીમે અમેરિકાને 10 વિકેટે હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આજની મેચ જોરદાર રહેવાની છે. ત્યારે ક્રિકેટ ચાહકો પણ આજની મેચ જોવા માટે જાણે તલપાપડ થઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ભારતીય ક્રિકેટ ચાહકો ક્યારે, ક્યાં અને કેવી રીતે આ લાઈવ મેચ જોઈ શકશે?

લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ આજે સાંજે 8 વાગ્યાના છે. આ મેચનું આયોજન ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારતીય ક્રિકેટ ચાહકો જોઈ શકશે. તમે તેને વિવિધ ભાષામાં જોઈ શકો છો. આ સાથે તમે ડીઝની + હોટસ્ટાર એપ પર T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમી ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

આ પણ વાંચો: ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલ પહેલા વધુ એક ટેન્શન

બંને ટીમો આ પ્રમાણે
ભારત- ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, હિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર યાદવ. ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઈંગ્લેન્ડ- ફિહેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ, લ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), જોની બેરસ્ટો, મોઈન અલી, રીસ ટોપલી, બેન ડકેટ, વિલ જેક્સ, ટોમ હાર્ટલી, ક્રિસ જોર્ડન.