June 30, 2024

IND vs ENG: આ 3 ખેલાડીઓના કારણે ફાઇનલમાં પહોંચ્યું ઈન્ડિયા

IND vs ENG: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી દીધું છે. ટીમ ઈન્ડિયામાં બોલરની સાથે બેટ્સમેનોનું પણ પ્રદર્શન જોરદાર રહ્યું હતું. ટીમ ઈન્ડિયા માટે આ 3 ખેલાડીઓના કારણે ફાઇનલમાં ભારત પહોંચ્યું છે તેવું કહેવું પણ ખોટું નથી. આવો જાણીએ કોન છે મેચના આ 3 હિરો.

કુલદીપ યાદવ
મેચમાં કુલદીપ યાદવે અક્ષર પટેલનું પ્રદર્શન ખુબ સારૂં જોવા મળ્યું હતું. તેણે ખુબ સારી બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરના ક્વોટામાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે લિયામ લિવિંગસ્ટોનને પણ રન આઉટ કર્યો હતો.

આ પણ વાંચો: રોહિત શર્મા તોડ્યો ધોનીનો રેકોર્ડ, ICC ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવનાર ભારતનો પ્રથમ કેપ્ટન

અક્ષર પટેલ
ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં અક્ષર પટેલે અદ્દભૂત બોલિંગ જોવા મળી હતી. તેની સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ટકી શક્યા ના હતા. તેણે 23 રનમાં 3 વિકેટ લીધી હતી. આ 3 વિકેટ અક્ષરે જોસ બટલર, મોઈન અલી અને જોની બેયરસ્ટોને આઉટ કર્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આ મેચમાં મળ્યો છે.

રોહિત શર્મા
ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની શરૂઆત કંઈ ખાસ જોવા મળી ના હતી. વિરાટ કોહલી માત્ર 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત શર્માએ રન બનાવવાની 39 બોલમાં 57 રન બનાવ્યા હતા. જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી.