ભારતે ન્યુઝીલેન્ડ સામે ODI મેચમાં આટલી મેચ જીતી, જોઈ લો હેડ ટુ હેડ રેકોર્ડ

IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાફલો ધીમે ધીમે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ બંને ટીમો પાસે ગ્રુપ સ્ટેજમાં હજુ પણ એક મેચ બાકી છે, જે 2 માર્ચે દુબઈમાં રમાશે. આ મેચ પછી જ નક્કી થશે કે ટીમ ઈન્ડિયા કઈ ટીમ સામે સેમિફાઇનલ મેચ રમશે. ભારતીય ટીમની કેપ્ટનશીપ રોહિત શર્માના હાથમાં છે. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર છે. મેચ પહેલા, ચાલો જાણીએ કે ODI ક્રિકેટમાં બંને ટીમોનો રેકોર્ડ શું છે.
આ પણ વાંચો: કેપ્ટન રોહિત બનાવી શકે છે આ રેકોર્ડ, સચિન પણ રહી જશે પાછળ
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 60 વનડે મેચ જીતી છે
ભારત અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ટોટલ 118 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 60 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ન્યુઝીલેન્ડની ટીમે 50 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. 7 એવી મેચ હતી કે જેનું પરિણામ આવ્યું નથી. ભારત અને ન્યુઝીલેન્ડ ODI ક્રિકેટમાં એકબીજાનો જ્યારે પણ સામનો થયો છે ત્યારે ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ODI મેચ વર્ષ 2023 માં રમાઈ હતી. આ સમયે ટીમ ઈન્ડિયા 70 રનથી જીત પ્રાપ્ત કરી હતી.