July 2, 2024

Ind vs Pak મેચમાં આ 5 ખેલાડીઓ પર છે ક્રિકેટચાહકોની બાજ નજર

IND vs PAK 2024: ભારત પાકિસ્તાનની આજે મેચ છે. ક્રિકેટ ચાહકો આજની મેચની છેલ્લા ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા. આખરે એ સમય આવી ગયો છે. આજની મેચમાં 5 એવા ખેલાડી છે કે જેના પર પાકિસ્તાનની સાથે ભારતના તમામ  ક્રિકેટ ચાહકોની નજર છે. આવો જાણીએ કોણ છે આ પાંચ ખેલાડીઓ.

1. વિરાટ કોહલી
નંબર વન પર વિરાટ કોહલીનું નામ આવે છે. આઈપીએલ 2024માં પણ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ હતું . IPL 2024ની ઓરેન્જ કેપ કોહલીના માથા પર હતી. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ તેનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગત T20 વર્લ્ડ કપમાં કોહલીએ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે હારેલી મેચમાં લગભગ જીત અપાવી દીધી હતી.

2. રોહિત શર્મા
બીજા નંબર પર રોહિત શર્માનું નામ છે, જેમણે IPL 2024માં અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ તેણે CSK અને રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આજની મેચમાં પણ ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને ભારતીયોને આશા છે કે આજના દિવસે રોહિત શર્મા કમાલ કરે.

આ પણ વાંચો: પાકિસ્તાન માટે રાહતના સમાચાર, આ ખેલાડી ભારત સામેની મેચ માટે ફિટ

3. બાબર આઝમ
ત્રીજા સ્થાન પર પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમનું નામ છે. ના માત્ર પાકિસ્તાનીઓ પણ ભારતીયોની નજર પણ બાબર પર રહેશે. 2021 વર્લ્ડ કપમાં બાબરે ભારત સામે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં આ વખતે પણ પાકિસ્તાનની ટીમ તેની પાસેથી મોટી ઇનિંગ રમતા જોવાની આશા રાખશે.

4. શાહીન આફ્રિદી
ચોથા નંબર પર પાકિસ્તાનના ખતરનાક ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીનું નામ આવે છે. શાહીન આફ્રિદી પોતાના બોલથી તબાહી મચાવતો જોવા મળ્યો છે. જેના કારણે ભારત-પાક મેચમાં તેના પર પણ લોકોની નજર છે.

5. મોહમ્મદ અમીર
પાંચમાં નંબર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા મોહમ્મદ આમિરનું નામ આવે છે. ભારતીય ટીમે તેની સામે સાવધાની રાખવી જરૂરી છે. તે પોતાની બોલિંગ થકી દરેકને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેના કારણે આજની મેચમાં પણ તમામની નજર મોહમ્મદ અમીર છે.