Champions Trophy 2025: પાકિસ્તાનીઓ પર ભારે પડ્યાં ગુજરાતીઓ, અક્ષર-હાર્દિક-જાડેજાએ ખળભળાટ મચાવ્યો

Ind vs Pak: પાકિસ્તાન- ઈન્ડિયાની મેચ ચાલી રહી છે. પાકિસ્તાન સામે ગુજરાતીઓનો તરખાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં તમામ વિકેટ ગુજરાતીઓએ લીધી છે. અક્ષર પટેલે પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન (46 રન)ને બોલ્ડ કરીને 104 રનની ભાગીદારી તોડી હતી. તો હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. તેણે બાબર આઝમ (23) અને સઈદ શકીલ (62)ને આઉટ કર્યા. અક્ષર પટેલે ઇમામ (10)ને ડાયરેક્ટ હિટથી રન આઉટ કર્યો હતો. રવીન્દ્ર જાડેજાએ તૈયબ તાહિર (4 રન)ને બોલ્ડ કર્યો હતો.
આ પણ વાંચો: PM મોદી ધીરેન્દ્ર શાસ્ત્રીની માતાને મળ્યા, પરચી ખોલી; લગ્ન વિશે કહી આ વાત
બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારત (પ્લેઇંગ ઇલેવન): શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): સલમાન અલી આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.