IND vs PAK: ટોસ હારતાની સાથે જ બન્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, આંકડા જોઈને ચોંકી જશો

IND vs PAK ICC Champions Trophy 2025: ભારત- પાકિસ્તાન વચ્ચે ટોસ કરવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાનના કેપ્ટને ટોસ જીતી લીધો હતો. રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવું થતાની સાથે ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક વિશ્વ રેકોર્ડ નોંધાઈ ગયો છે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે.

સતત 12મી મેચમાં ટોસ હારી ગયો
ટીમ ઈન્ડિયા ODI ક્રિકેટમાં સતત 12મી મેચમાં ટોસ હારી ગઈ છે. વનડેમાં સતત ટોસ હારવાનો અનિચ્છનીય વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. આ રેકોર્ડ પહેલા નેધરલેન્ડની ટીમના નામ હતો. વનડેમાં કોઈપણ ટીમનો ટોસ હારવાનો આ સૌથી લાંબો સિલસિલો છે. માર્ચ 2011 અને ઓગસ્ટ 2013 વચ્ચે નેધરલેન્ડ્સ 11 વખત ટોસ હાર્યું હતું.

આ પણ વાંચો: IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચ માટે બુમરાહ પહોંચ્યો દુબઈ, આ ભૂમિકામાં મળશે જોવા

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

ભારત (પ્લેઇંગ ઇલેવન): શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.

પાકિસ્તાન (પ્લેઇંગ ઇલેવન): સલમાન અલી આઘા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રિદી, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સઈદ શકીલ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.