December 14, 2024

IND vs PAK: હોકીના ગ્રાઉન્ડમાં ટકરાશે કટ્ટર હરીફ ભારત-પાકિસ્તાન, આ દિવસે મેચ યોજાશે

IND vs PAK: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ બહાર પડાયું છે. જેમાં ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમ ભાગ લેવાની છે. આવો જાણીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે કયારે મેચ રમાશે. મહત્વની વાત એ છે કે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા બાદ ટીમ ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. આ વખતે મુકાબલો પાકિસ્તાન સાથે થશે. જેના શેડ્યુલની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે 6 ટીમ ભાગ લેવાની છે પરંતુ તમામની નજર ભારત અને પાકિસ્તાનની વચ્ચેની મેચ પર રહેશે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 8 સપ્ટેમ્બરથી શરૂ થશે
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ રમાશે. જોકે, ટુર્નામેન્ટ 8મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને 17મી સુધી ચાલશે. તેનું શિડ્યુલ આજે જાહેર કરી દીધું છે. આ ટુર્નામેન્ટને ચીનના હુલુનબુર શહેરમાં યોજવામાં આવશે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત યજમાન ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયાની ટીમ ભાગ લેવાની છે. પહેલી મેચ 8 સપ્ટેમ્બરે દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચે રમાશે. આ દિવસે જ હોકી ટીમ ચીનની સામે ટકરાશે. ભારતીય ટીમ 9 સપ્ટેમ્બરે જાપાન, 11 સપ્ટેમ્બરે મલેશિયા, 12 સપ્ટેમ્બરે દક્ષિણ કોરિયા અને 17 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે.

આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં નિરજ ચોપરાએ 52 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરી હતી?

ઓલિમ્પિકમાં રમનારી ભારત એકમાત્ર ટીમ
મહત્વની વાત એ છે કે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી અન્ય ટીમોમાંથી કોઈ પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ના હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં ઉત્સાહ સાથે રમતા જોવા મળશે. આ ટીમ છેલ્લી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા પણ છે. આશા રાખીએ કે ટીમ ઈન્ડિયા હોકીમાં તમામ મેચ જીતે. પરંતુ જો હાર મળે છે કોઈ મેચમાં તો સામે વાળી ટીમને વધારે ઉત્સાહ અને ગર્વ થશે કારણ કે રિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે અને તેની સામે હાર મળે. હવે જોવાનું રહ્યું કે પેરિસ ઓલિમ્પિક બાદ આગામી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે.