February 23, 2025

IND vs PAK: શું ભારત સામે હાર્યા પછી પાકિસ્તાન Champions Trophyથી બહાર થઈ જશે?

IND vs PAK: પાકિસ્તાને તેની પહેલી મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજૂ ટીમ ઈન્ડિયાની પહેલી મેચમાં જીત થઈ હતી. પાકિસ્તાનની ટીમ હાલમાં ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે. ટીમ ઈન્ડિયાને આજની મેચમાં પાકિસ્તાનને હરાવવું ખૂબ જરૂરી છે. બીજી બાજૂ પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલની રેસમાંથી બહાર થવાનો ખતરો મંડારાઈ રહ્યો છે.

આ પણ વાંચો: IND vs PAK: દુબઈના મેદાન પર ટોસ જીતવો કેમ મહત્વપૂર્ણ છે?

શું પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે?
પાકિસ્તાનની ટીમ Aમાં છે. દરેક ટીમ પાસે પોતાની ગ્રુપની ટીમો સાથે 1-1 મેચ રમવાની હોય છે. દરેક મેચ જીતવી ખૂબ મહત્વની હોય છે. કારણ કે એક હાર તમને સેમિફાઇનલ તરફની દોડમાંથી દૂર કરી શકે છે. એટલે કે સેમફાઇનલમાં પણ ભાગ નહીં લઈ શકે. જો આજની મેચ પાકિસ્તાન જીતશે તો તેની સેમિફાઇનલની આશા જીવંત રહેશે. પાકિસ્તાન માટે આજની મેચમાં કરો યા મરો જેવી સ્થિતિ જોવા મળી રહી છે.