June 30, 2024

શું India-Pakistanની મેચમાં વરસાદ પડશે? જાણો કેવું રહેશે હવામાન

IND vs PAK T20 WC: આજે ન્યૂયોર્ક દુનિયાની સૌથી મોટી હરીફાઈનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. પરંતુ આ વચ્ચે વાતાવરણનું એટલુ જ મહત્વ છે. આવો જાણીએ કે આ મેચ દરમિયાન કેવું રહેશે ન્યૂયોર્કનું વાતાવરણ.

કેવું રહેશે ન્યૂયોર્કનું આજનું હવામાન
T20 વર્લ્ડ કપ 2024માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની છે. જેની તમામ ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે. પછી તે પાકિસ્તાની હોય કે ભારતીય. આજની મેચ માટે વાતાવરણ પણ એટલું મહત્વ રાખે છે. વાતાવરણમાં દરેક મેચ પર વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. પરંતુ આજની મેચમાં વરસાદની શક્યતા ખુબ ઓછી છે. વાતાવરણમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં.

હરીફાઈનું સાક્ષી
આજની મેચ ન્યૂયોર્કનું મેદાન પર રમાવાની છે. ન્યૂયોર્ક ક્રિકેટની દુનિયાની સૌથી મોટી હરીફાઈનું સાક્ષી બનવાનું છે. કેપ્ટન બાબર આઝમ પોતાની નવી રણનીતિ બનાવી શકે છે. આ સાથે ભારતીય ટીમ પણ પાકિસ્તાનની ટીમને કોઈ પણ રીતે હળવાશથી લેશે નહીં. Accuweatherના રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે આજે 10:30 વાગ્યાથી ન્યૂયોર્ક સમય/ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યાથી રમાનારી આ મેચમાં હવામાન સાફ રહેવાની શક્યતા છે અને વરસાદની શક્યતા ઘણી ઓછી છે.

આ પણ વાંચો: T20 World Cup 2024માં બન્યા આ 3 રેકોર્ડ

સ્વચ્છ હવામાનની શક્યતા
Accuweatherના રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે હવામાન સારું રહેવાની શક્યતાઓ છે. થોડો તડકો અને થોડું વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ સમય દરમિયાાન તાપમાન 17-25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવનાઓ છે. આ પહેલા 5 જૂને બાર્બાડોસમાં ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ હતી