December 19, 2024

IND vs SL 1st ODIમાં વરસાદ પડશે? જાણો શું છે વાતાવરણની હિલચાલ

IND vs SL 1st ODI Weather Report: ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચની સિરીઝ સમાપ્ત થયા બાદ હવે બંને ટીમો વચ્ચે 3 ODI સિરીઝ 2 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, આ શ્રેણી ભારત અને શ્રીલંકા બંને માટે ખૂબ જ ખાસ રહેવાની છે. ટીમ ઈન્ડિયા ત્રણેય મેચોમાં શાનદાર પ્રદર્શન કરવાના તમામ પ્રયાસ કરશે. પરંતુ આ વચ્ચે વરસાદ ક્રિકેટ ચાહકોની મજા બગાડી શકે છે.

વરસાદ પડી શકે છે
પ્રથમ ODI મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ પ્રથમ ODI મેચ ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે રમાશે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરે 12 વાગ્યાની આસપાસ ટોસ પહેલા કોલંબોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. કોલંબોમાં સાંજે 4 વાગ્યાથી વરસાદની સંભાવના 51 ટકા છે. સાંજે 6 વાગ્યાની આસપાસ વરસાદ પડી શકે છે. જો હવામાન વિભાગના આપેલી માહિતી પ્રમાણે જો વરસાદ પડે છે તો આવી સ્થિતિમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે વરસાદને કારણે રદ્દ થઈ શકે છે. આ સાથે આ મેચમાં DLS નિયમ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચો: Paris Olympics 2024 Medal Tellyમાં આ દેશ ટોપ પર, ભારત ક્યાં પહોંચ્યું?

આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આટલી મેચ
આર. પ્રેમદાસા સ્ટેડિયમના રેકોર્ડની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 150 મેચ રમાણી છે. જેમાં પ્રથમ બેટિંગ જે ટીમ કરી છે તેણે 80 મેચ જીતી છે અને જે ટીમ ટાર્ગેટનો પીછો કરતી ટીમ 59 મેચ જીતવામાં સફળ રહી છે. 9 મેચો રદ્દ અને પ્રથમ દાવનો સરેરાશ સ્કોર અત્યાર સુધી 230 થી 240 રનની વચ્ચે રહ્યો છે.