July 8, 2024

IND vs ZIM: ઝિમ્બાબ્વેને હરાવીને ટીમ ઈન્ડિયા રચશે ઈતિહાસ

IND vs ZIM: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 સિરીઝ આવતીકાલે શરૂ થવાની છે. આ મેચ તો ટીમ ઈન્ડિયા જીતશે તો નવો રેકોર્ડ બની જશે. આ તક પહેલી જ મેચમાં શુભમન ગિલ પાસે છે.

શુભમન ગિલ પાસે મોટી તક
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની ઉજવણી હવે પુર્ણ થઈ ગઈ છે. હવે ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. આ દરમિયાન 5 મેચ રમાશે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બીસીસીઆઈ દ્વારા પહેલેથી જ કરવામાં આવી હતી. આ ટીમની કમાન શુભમન ગિલ છે. શુભમન ગિલ પાસે મોટી તક છે. જો પહેલી જ મેચમાં ભારત પહેલી જ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવશે તો ટેસ્ટ રમનાર અન્ય કોઈ દેશ આજ સુધી કરી શક્યું નથી.

સતત મેચ જીતનાર ટીમ
બરમુડાની ટીમ T20 ઇન્ટરનેશનલમાં સતત સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2021 થી 2023 સુધી સતત 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. મલેશિયાએ પણ આ કારનામું કર્યું છે. વર્ષ 2022માં સતત 13 મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો વર્ષ 2018 થી 2021 સુધી સતત 12 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. રોમાનિયાએ 2020 થી 2021 સુધી સતત 12 મેચ જીતી છે. ભારતીય ટીમ પાસે તમામ રેકોર્ડ તોડી પાડવાની આજે તક છે.

આ પણ વાંચો: T20 World Cup: હવે ક્યારે મેદાન પર જોવા મળશે રોહિત-કોહલીની જોડી?

T20 શ્રેણી માટે અહીં ભારત અને ઝિમ્બાબ્વેની ટીમ
ભારત – અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટમેન), ધ્રુવ જુરેલ (વિકેટમાં), શિવમ દુબે, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંઘ, રુતુરાજ ગાયકવાડ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.

ઝિમ્બાબ્વે – ટેન્ડાઈ ચતારા, લ્યુક જોંગવે, ઈનોસન્ટ કૈયા, ક્લાઈવ મદંડે, વેસ્લી માધવાયર, તદીવનાશે મારુમાની, સિકંદર રઝા (કેપ્ટન), ફરાઝ અકરમ, બ્રાયન બેનેટ, જોનાથન કેમ્પબેલ, વેલિંગ્ટન મસાકાડઝા, બ્રાન્ડોન માવુથા, બ્લેસિંગ મુઝારાબાની, ડીએનબી, ડી. રિચાર્ડ નગારવા, મિલ્ટન શુમ્બા.