ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે પણ ભારત જીતી શકે છે મેડલ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Olympics 2024 Day 4 Schedule: ઓલિમ્પિક્સ 2024ના ચોથા દિવસે ભારતીય એથ્લેટ્સ ફરી એકવાર ઘણી રમતોમાં એક્શનમાં જોવા મળશે. આજનો દિવસ ભારત માટે ખાસ રહેશે, આવો જાણીએ આજના દિવસનું સંપૂર્ણ શેડ્યૂલ.
ત્રીજા દિવસે એક પણ મેડલ નહીં
ઓલિમ્પિક 2024નો ત્રીજા દિવસ ખાસ રહ્યો ના હતો. એક પણ મેડલ મળ્યું ના હતું. હા, કેટલીક રમતોમાં ભારતીય ખેલાડીઓએ આગલા રાઉન્ડ અથવા ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ઓલિમ્પિક 2024ના ત્રીજા દિવસે ભારત એક પણ મેડલ મેળવી શક્યું નથી. મનુ ભાકર અને સરબજોત સિંહ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચ્યા હતા. બીજી બાજૂ બે ફાઇનલિસ્ટ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા.
ભારત ચોથા દિવસ માટે છે તૈયાર
રમતના ત્રીજા દિવસે ઉતાર-ચઢાવ ભારત માટે જોવા મળ્યો હતો. હવે આજના દિવસે ભારતીય તમામ ખેલાડીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે. આજના દિવસે મનુ ભાકર અને સરબજોત સિંહ પાસેતી મેડલની અપેક્ષાઓ રાખવામાં આવી રહહી છે. ચોથા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમ પણ મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં, ચાલો ઓલિમ્પિક 2024ના ચોથા દિવસ એટલે કે મંગળવાર, 30 જુલાઈના શેડ્યૂલ પર એક નજર કરીએ.
આ પણ વાંચો: Paris Olympics 2024: 20 વર્ષની Ramita Jindalનું સપનું તૂટી ગયું
પેરિસ ઓલિમ્પિકના ચોથા દિવસે ભારતનું શેડ્યૂલ
બપોરે 12:30: શૂટિંગ – શ્રેયસી સિંહ અને રાજેશ્વરી કુમારી મંગળવારે મહિલા ટ્રેપ ક્વોલિફિકેશનના પ્રથમ દિવસે એક્શનમાં હશે. પુરુષોની ઈવેન્ટમાં પૃથ્વીરાજ ટોન્ડાઈમન તેની ક્વોલિફિકેશન ઈવેન્ટના બીજા દિવસે એક્શનમાં હશે.
બપોરે 1 વાગ્યે: શૂટિંગ – મનુ ભાકર અને સરબજોત સિંહ 10 મીટર મિશ્રિત ટીમ એર પિસ્તોલ બ્રોન્ઝ મેડલ મેચમાં દક્ષિણ કોરિયાનો સામનો કરશે.
1 pm: રોઈંગ – બલરાજ પંવાર મેન્સ સિંગલ સ્કલ્સ ક્વાર્ટર ફાઈનલમાં રમશે
2:30 PM: અશ્વારોહણ – અનુષ અગ્રવાલ અને ઘોડો સર કારામેલો ઓલ્ડ ડ્રેસેજ વ્યક્તિગત ગ્રાન્ડ પ્રિકસ ઇવેન્ટમાં ભાગ લેશે
4:45 PM: હોકી – ભારત વિ આયર્લેન્ડ
5:14 PM: તીરંદાજી – અંકિતા ભાકા રાઉન્ડ-ઓફ-64માં ભાગ લેશે અને તેનો સામનો પોલેન્ડની વાયોલેટા માયઝોર સામે થશે. અંકિતા રેન્કિંગ રાઉન્ડમાં 11મા સ્થાને રહી હતી.
5:27 PM: તીરંદાજી – ભજન કૌર પણ રાઉન્ડ ઓફ 64માં ઈન્ડોનેશિયાની સિફિયા કમલ સામે ટકરાશે. તેણે રેન્કિંગ રાઉન્ડમાં 22મું સ્થાન મેળવ્યું હતું.
5:30 PM: બેડમિન્ટન – સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી તેમની અંતિમ ગ્રુપ મેચ ઈન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મુહમ્મદ આર્દિયાન્ટો સામે રમશે. તેઓ પહેલાથી જ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી ચૂક્યા છે.
સાંજે 6:20 પછી: બેડમિન્ટન – અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો ગ્રુપ સ્ટેજની મેચમાં સેટિયાના માપાસા અને એન્જેલા યુ સામે ટકરાશે.
7:16 PM: બોક્સિંગ – અમિત પંઘાલ પુરુષોની 50 કિગ્રા વર્ગમાં રાઉન્ડ-ઓફ-16ની અથડામણમાં પેટ્રિક ચિનયેમ્બા સામે ટકરાશે.
9:30 PM: બોક્સિંગ – મહિલાઓની 57 કિગ્રા વર્ગની રાઉન્ડ-ઓફ-32 મેચમાં જાસ્મીનનો સામનો ફિલિપાઈન્સની નેસ્થી પેટેસિયો સામે થશે.
10:46 PM: તીરંદાજી – ધીરજ બોમ્માદેવરાનો સામનો ચેક રિપબ્લિકના એડમ લી સાથે થશે.
1:06 AM: બોક્સિંગ – પ્રીતિ પવાર મહિલાઓની 54 કિગ્રા વર્ગની રાઉન્ડ-ઓફ-16 મેચમાં કોલંબિયાની યેની એરિયસ સામે ટકરાશે.