ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ કર્યો, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકાની કોઈ ભૂમિકા નથી

Bharat Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે મોટી જાહેરાત કરી છે. વિક્રમ મિસરીએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અમલમાં આવી ગયો છે. આ પહેલા ભારતે એક મોટો નિર્ણય લીધો હતો. જેમાં કહ્યું કે ભવિષ્યમાં તેની ધરતી પર કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધ માનવામાં આવશે અને તેનો જવાબ આપવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો: ભારત અને પાકિસ્તાન યુદ્ધ રોકવા માટે સંમત થયા
વિક્રમ મિસરીએ શું કહ્યું?
વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ આજે બપોરે 15:35 વાગ્યે ભારતીય DGMO ને ફોન કર્યો હતો.’ તેમની વચ્ચે સંમતિ થઈ હતી કે બંને પક્ષો ભારતીય સમય મુજબ 1700 કલાકથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે. આજે બંને પક્ષોને આ કરારનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. ડિરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ 12 મેના રોજ બપોરે ફરી વાત કરશે.