કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’
ભારત આજે 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. આ ખાસ અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય અતિથિ બન્યા છે. વિશ્વના વિવિધ દેશો ભારતને અભિનંદન પાઠવી રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને મુખ્ય આજના દિવસના અતિથિએ ટ્વિટર ( X) પર લખ્યું કે આ ખાસ અવસર પર તેઓ તેમના પ્રિય અને ખાસ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને અભિનંદન પાઠવે છે, ચાલો આપણે પણ આ ઉજવણીનો આનંદ માણીએ. આજના દિવસે છઠ્ઠી વખત એવું બન્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બન્યા છે.
#WATCH | Embassy of Russia in India held celebrations on the occasion of India's #RepublicDay2024
(Video: Russian Embassy) pic.twitter.com/LRD3WVNybx
— ANI (@ANI) January 26, 2024
મેં નિકલા ગડી લેકે
સમગ્ર ભારતમાં 75મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ભારતની આ ઉજવણીમાં વિશ્વના અન્ય દેશોએ ભાગ લીધો છે. ભારતના સારા એવા મિત્ર રશિયાએ પ્રેમભર્યો સંદેશ આપ્યો છે. ભારતમાં રશિયન દૂતાવાસ ગણતંત્ર દિવસની ઉજવણી ગીતો અને નૃત્ય કરી રહ્યા છે. આ સમયે તેમણે મેં નિકલા ગડી લેકે ગીત વગાડવામાં આવ્યું હતું. તો બીજી બાજૂ રશિયન એમ્બેસીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં રશિયન નાગરિકોના હાથમાં ત્રિરંગો જોવા મળી રહ્યો હતો અને રશિયન નાગરિકો ડાન્સ કરી રહ્યા છે.
Warmest congratulations on the #RepublicDay, India! Wishing our Indian friends prosperity, well-being and very bright #AmritKaal! Long live #Bharat! Long live Rusi-Bharatiya Dosti! pic.twitter.com/BOeEewup86
— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) January 25, 2024
આ મિત્રતા સુરક્ષિત રહે
Russiaના રાજદૂત ડેનિસ અલીપોવે આજના દિવસે તારીખ 26-1-2024ના X (ટ્વિટર) પર લખ્યું કે તેઓ ભારતને હાર્દિક અભિનંદન પાઠવે છે. અમે અમારા મિત્ર ભારતની ફકત સમૃદ્ધિની જ ઈચ્છા નથી, અમે ઈચ્છીએ છીએ કે ભારત અમૃતકાલમાં જે ઝડપે પ્રગતિ કરી રહ્યું છે તે ગતિએ આગળ વધે. આ સાથે તેમણે કહ્યું કે અમારો સંબંધ છેલ્લા 77 વર્ષથી અકબંધ છે. સમયે સમયે મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો છે પરંતુ અમે બંને એકબીજાને છોડ્યા નથી.
આ પણ વાચો: રશિયા છે નવો કાયદો લાગુ કરવાના મૂડમાં, ટીકા કરશે તો થશે આ દંડ
ફ્રાન્સે અભિનંદન પાઠવ્યા
ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને મુખ્ય આજના દિવસના અતિથિએ ટ્વિટર ( X) પર લખ્યું કે આ ખાસ અવસર પર તેઓ તેમના પ્રિય અને ખાસ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને અભિનંદન પાઠવે છે, ચાલો આપણે પણ આ ઉજવણીનો આનંદ માણીએ. આજના દિવસે છઠ્ઠી વખત એવું બન્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બન્યા છે. તમને જણાવી દઇએ જેક્સ શિરાક 1976માં પ્રથમ મુખ્ય મહેમાન બન્યા હતા. 1980માં જીસકાર્ડ ડી’ઈસ્ટાઈંગ અને વર્ષ 2008માં નિકોલસ સરકોઝી અને વર્ષ 2016માં ફ્રાન્કોઈસ હોલેન્ડે મુખ્ય મહેમાન હતા.
My dear friend @NarendraModi,
Indian people,My warmest wishes on your Republic Day. Happy and proud to be with you.
Let’s celebrate! pic.twitter.com/e5kg1PEc0p
— Emmanuel Macron (@EmmanuelMacron) January 26, 2024
આ પણ વાચો: યુક્રેનના વડાપ્રધાને કર્યા મોદીના વખાણ, કરી દીધી આ વાત
‘આટલી નજીક ક્યારેય નહોતા’
ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની આલ્બાનીસે ટ્વીટ ( X) કર્યું, જેમાં તેમણે લખ્યું કે “ભારતના લોકો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે તેમને હાર્દિક શુભેચ્છાઓ. તમને જણાવી દઈએ આજના દિવસે રાષ્ટ્રીય દિવસ છે. ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાય બંને દેશ વચ્ચેની મિત્રતાનું પ્રતિક છે.