UNમાં ભારત-પાકિસ્તાન અંગે થઈ ચર્ચા, પહલગામમાં થયેલા આતંકી હુમલાની કરી નિંદા

UN: UNમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ચર્ચા કરવામાં આવી છે. UNના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુદ્દાઓ શાંતિપૂર્ણ ઉકેલવા જોઈએ. તેમજ ભારત અને પાકિસ્તાનને તણાવપૂર્ણ પરિસ્થિતિને બગડતી અટકાવવા મહત્તમ સંયમ રાખવા વિનંતી કરી છે. આ સાથે UN પ્રવક્તા સ્ટીફન દુજારિકે પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી.

UNના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે, અમે પાકિસ્તાન અને ભારત બંને સરકારોને ખૂબ જ અપીલ કરીએ છીએ કે તેઓ મહત્તમ સંયમ રાખે અને પરિસ્થિતિ વધુ બગડે નહીં. અમારું માનવું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના કોઈપણ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે વાતચીત દ્વારા ઉકેલ લાવી શકાય છે અને થવો જોઈએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર યુએન ચીફ ગુટેરસ ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છે.