પાકિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં ખાસ ચેતવણી, કચ્છમાં લોકોએ ઘરની બહાર ન નીકળવા સૂચના

India Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન છેલ્લા 2 દિવસથી રાતના સમયે ડ્રોનથી હુમલો કરી રહ્યું છે. ભારતીય સેના પર સરહદ પર સતત બાજનજર રાખી રહી છે. પાકિસ્તાન ગમે ત્યારે એવું પગલું ભરી શકે છે અને પાછળથી વાત કરી શકે છે જેના કારણે સરહદ પાસે આવેલા વિસ્તારમાં રહેતા લોકોને ઘરથી બહાર ના નિકળવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં વધારે ધ્યાન રાખવું પડે તેમ છે. ગુજરાતના કચ્છમાં ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. ત્યાંના લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ઇન્દોરના હોલકર સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, વિરાટ કોહલી સાથે છે ખાસ સંબંધ
કચ્છમાં લોકોએ ઘરની બહાર ન નીકળવા અપીલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ગુજરાતના કચ્છમાં વહીવટીતંત્રે શનિવારે નાગરિકોને ઘરની અંદર રહેવા અપીલ કરી છે. કોઈ કામ વગર બહાર ના નિકળવું. ગઈકાલ રાતે કચ્છ અને ભૂજમાં ડ્રોનની હલનચલન જોવા મળી હતી. આજે સવારે કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટે વહીવટીતંત્રના સત્તાવાર X એકાઉન્ટ પર લખ્યું કે બધા નાગરિકોએ તેમના ઘરોમાં રહેવું જોઈએ. જો તે ખૂબ મહત્વનું ન હોય તો ઘરની બહાર ન નીકળો અને કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપો. ગભરાશો નહીં.