June 30, 2024

T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે બાર્બાડોસ પહોંચી ટીમ ઈન્ડિયા

Indian Cricket Team: T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ 29 જૂને આવતીકાલે છે. આ પહેલા ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકા અને ટીમ ઈન્ડિયાનો આમનો સામનો બાર્બાડોસમાં થશે. હાલ ટીમ ઈન્ડિયા બાર્બાડોસમાં પહોંચી ગઈ છે. હાલ તમામ ઈન્ડિયાના ખેલાડીઓ એકસાથે બાર્બાડોસમાં પહોંચી ગયા છે. આ વચ્ચે દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચને લઈને રોહિત શર્માએ નિવેદન આપ્યું છે.

ફાઇનલને લઈને રોહિતની પ્રથમ પ્રતિક્રિયા
રોહિત શર્માએ કહ્યું કે અમે અમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશું. ટીમ સારી રીત પ્રદર્શન કરી રહી છે. આશા છે કે આવું જ પ્રદર્શન ફાઈનલમાં પણ જોવા મળશે. ફાઈનલ પહેલા વિરાટનું આ નિવેદન સામે આવ્યું છે. જો કે ટીમ હાલ બાર્બાડોસ પહોંચી ગઈ છે. જેનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ પહેલી હરોળમાં હતા. ભારતીય ખેલાડીઓ એરપોર્ટ પરથી ટીમ બસમાં બેસીને હોટલ જવા રવાના થયા હતા.

આ પણ વાંચો: બારબાડોસમાં બોલરોનો તરખાટ કે બેટ્સમેનના ફટકાં? સમજવા જેવો છે પિચ રિપોર્ટ

બાર્બાડોસમાં બંને રેકોર્ડ
T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં બાર્બાડોસમાં T20 ક્રિકેટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા પહેલીવાર આમને-સામને થવાનો છે. ભારતીય ટીમને આ T20 વર્લ્ડ કપમાં બાર્બાડોસમાં રમાયેલી છેલ્લી 3 T20I મેચોમાં એકમાત્ર જીત પ્રાપ્ત કરી છે. જેમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. ભારતે બાર્બાડોસમાં બે મેચ હારી છે તે 2010 T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામે હતી. સાઉથ આફ્રિકાની વાત કરવામાં આવે તો તેણે અહીં 3 T20I મેચ રમી છે. જેમાં 2 મેચમાં જીત મેળવી હતી. 2024માં આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બાર્બાડોસમાં મેચ રમતી જોવા મળશે.