July 1, 2024

IND vs SA: ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વરસાદ બનશે વિલન?

Barbados Weather Report: આજે ભારત અને આફ્રિકાની ક્રિકેટ ટીમ વચ્ચે મહામુકાબલો થવાનો છે. આ મેચની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વચ્ચે વરસાદ વિલન બની શકે છે. કારણ કે હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આજના દિવસે બાર્બાડોસમાં વરસાદની 78 ટકા સંભાવના છે. ભારતીય સમય સાંજે 8:00 વાગ્યાથી મેચ શરૂ થવાની છે. આ સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના 50 ટકા જેટલી છે.

હવામાન કેવું રહેશે?
ગયાનામાં રમાયેલી બીજી સેમીફાઈનલ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી. ત્યારે આજની મેચને લઈને પણ ક્રિકેટ ચાહકો ચિંતામાં છે કે વરસાદ પડશે તો આજના મહામુકાબલામાં મજા નહીં આવે. કારણ કે આજના દિવસે વરસાદની 78 ટકા સંભાવના જોવા મળી રહી છે. આ મેચ શરૂ થાય છે તો પણ ભારે વરસાદને કારણે બંધ થવી નિશ્ચિત છે. જો આજના દિવસે મેચ રદ થાય છે તો આવતીકાલે મેચનું આયોજન કરવામાં આવી શકે છે. પરંતુ રિઝર્વ ડે ના દિવસે પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે.

અંતિમ પિચ રિપોર્ટ
બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં બોલિંગ અને બેટિંગમાં સમાન સ્પર્ધા જોવા મળે છે. આ મેદાન પર ઝડપી બોલરોને બાઉન્સ સાથે બોલને સ્વિંગ કરવાનો મોકો પણ મળે છે. આ મેચ દરમિયાન ટોસની ખાસ ભૂમિકા જોવા મળે છે. આ મેદાનમાં કુલ 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 19માં અને લક્ષ્યનો પીછો કરનાર ટીમનો 11માં વિજય મળ્યો છે. અહીં સૌથી વધુ રન ચેઝ 172 રન છે. જેના કારણે બંને ટીમોની નજર મોટો સ્કોર બનાવવા પર રહેશે.

આ પણ વાંચો: બારબાડોસમાં બોલરોનો તરખાટ કે બેટ્સમેનના ફટકાં? સમજવા જેવો છે પિચ રિપોર્ટ

ફાઇનલ મેચ માટે બંને ટીમમાંથી સંભવિત 11 રમી શકે છે
ભારતઃ હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે/સંજુ સેમસન,કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.

દક્ષિણ આફ્રિકા: ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, એનરિચ નોર્ટજે, તબરાઈઝ શમ્સી.