June 30, 2024

IND vs ENG LIVE: વરસાદ અટકતા ફરીથી મેચની શરૂઆત

અમદાવાદઃ T20 વર્લ્ડ કપની ભારત અને ઇંગ્લેન્ડની સેમિફાઇનલ મેચ શરૂ થઈ ગઈ છે. વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી. ત્યારે ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓપનરમાં ઉતર્યા હતા. જેમાં વિરાટ કોહલી 9 રન કરીને આઉટ થઈ ગયો છે.

LIVE અપડેટ્સઃ

  • વરસાદ અટકતા ફરીથી મેચની શરૂઆત
  • મેચમાં વરસાદનું વિઘ્ન, આઠ ઓવરમાં ભારત 65/2
  • છઠ્ઠી ઓવરની શરૂઆતમાં જ ઋષભ પંત આઉટ, 40 રને બીજો ઝટકો
  • પાંચ ઓવર પછી ભારતનો સ્કોર 40, એક વિકેટ. રોહિત શર્માએ 17 બોલમાં 25 કર્યા, ઋષભ પંતે ચાર બોલમાં ચાર રન બનાવ્યાં.
  • ત્રણ ઓવર બાદ ભારતનો સ્કોર 21 રન થયો છે, હાલ ઋષભ પંત અને રોહિત શર્મા મેદાનમાં છે.
  • ભારતને 19 રન પર પહેલો ઝટકો લાગ્યો છે. રીસ ટોપ્લીએ વિરાટ કોહલીને ક્લિન બોલ્ડ કર્યો છે. વિરાટ કોહલીએ માત્ર નવ જ રન બનાવ્યા છે. ત્યારે હાલ ઋષભ પંત કેપ્ટન રોહિત શર્મા સાથે ક્રિઝ પર ઉતર્યા છે.

ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડની ટીમઃ ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન અને વિકેટકિપર), જોની બેરસ્ટો, હેરી બ્રુક, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, રીસ ટોપલી.