March 9, 2025

IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં કેવું રહેશે હવામાન? જાણો

IND vs NZ: રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીનો શાનદાર મુકાબલો થવાનો છે. જેમાં ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમ આમને-સામને આવશે. આ વચ્ચે હવામાનની પોતાની ભૂમિકા છે. આવો જાણીએ રવિવારે દુબઈમાં હવામાન કેવું રહેશે.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહનો આવ્યો ફિટનેસ રિપોર્ટ, MI ટીમની ચિંતા વધી

ભારત-ન્યુઝીલેન્ડ ફાઇનલ દરમિયાન હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દુબઈમાં વરસાદની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. વરસાદના કારણે મેચ રદ થાય તેટલો વરસાદ પડવાની કોઈ શક્યતાઓ નથી. રવિવારે વરસાદની શક્યતા 10 ટકા છે. 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. જો વરસાદના કારણે મેચ રદ થાય છે તો રિઝર્વ ડેના દિવસે મેચ રમાશે.