June 30, 2024

India vs Pakistan: 100 રનની અંદર ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી

India vs Pakistan: T20 વર્લ્ડ કપની પીચ પર ભારત અને પાકિસ્તાન ફરી એકવાર સામસામે થવા જઈ રહ્યા છે. આ ક્રિકેટની સૌથી મોટી લડાઈ છે. બે કટ્ટર હરીફ વચ્ચેની આ મેચ ન્યૂયોર્કમાં છે. એટલે કે મેદાન એ જ છે જ્યાં ભારતે તેની અગાઉની મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું. બીજી તરફ પાકિસ્તાની ટીમને તેની છેલ્લી મેચમાં યુએસએ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટોસ માટે માત્ર 10 મિનિટ બાકી છે, રોહિત શર્મા અને બાબર આઝમ સંપૂર્ણ રીતે તૈયાર છે. જે પણ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરશે.

લાઇવ અપડેટ્સ

ભારતીય ટીમને વિરાટ કોહલી અને રોહિત શર્મા અને અક્ષર પટેલના રૂપમાં ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. વિરાટ કોહલી 4 રન અને રોહિત શર્મા 13 રન બનાવી આઉટ થયા હતા.10 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર 81/3 હતો. બંને ટીમો T20 વર્લ્ડ કપમાં પોતાની બીજી મેચ રમી રહી છે. આ પહેલા ભારતે આયર્લેન્ડને હરાવ્યું હતું તે પ્રથમ મેચ રમાઈ હતી. જ્યારે પાકિસ્તાનને અમેરિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારત સાથેનો મુકાબલો પાકિસ્તાન માટે વધુ મહત્ત્વનો બની ગયો છે. ભારતે 4 વિકેટના નુકસાન પર 90થી વધુ રન બનાવ્યા છે. શિવમ દુબે અને રિષભ પંત ક્રિઝ પર છે.

  • એક ઓવર બાદ વરસાદના કારણે રોકવી પડી મેચ
  • પહેલી ઓવરમાં બનાવ્યા કુલ 8 રન
  • રોહિત શર્માએ ત્રીજા બોલ પર ફટકારી સિક્સ
  • શાહીન અફરીદીએ કરી બોલિંગ
  • રોહિત અને વિરાટ ક્રિઝ પર
  • નૈસો કાઉન્ટી સ્ટેડિયમની પીચ પહેલાથી ચર્ચાનો મુદ્દો રહી
  • બેટિંગ કરવામાં પડી શકે છે મુશકેલી
  • ટોસ બાદ ફરીથી વરસાદ શરૂ
  • પાકિસ્તાન સામે ભારત પહેલા કરશે બેટિંગ
  • ટોસ જીતી પાકિસ્તાને બોલિંગ પસંદ કરી
  • પાકિસ્તાનના કેપ્ટન બાબરે આઝમે જીત્યો ટોસ

મેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને જો ફરીથી વરસાદ પડશે તો મેચમાં વિલંબ થઇ શકે છે.  આજે 20-20 ઓવરની રમાશે. પરંતુ વરસાદના કારણે મેચ મોડી શરૂ થાય તો ઓવરમાં ઘટાડો થઇ શકે છે.

પાકિસ્તાને છેલ્લી મેચ બાદ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે અને આઝમ ખાનને બહાર કર્યો છે. તેની જગ્યાએ ઇમાદ વસીમ પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે. તો ભારતીય ટીમે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી અને આયર્લેન્ડને હરાવનાર 11 ખેલાડીઓને જ મેદાનમાં ઉતાર્યા છે.

મેચની શરૂઆતમાં વરસાદે ફેન્સનું ટેન્શન વધારી દીધું હતું. જેના કારણે ટોસમાં વિલંબ થયો હતો. પરંતુ વરસાદ બંધ થઈ ગયો છે. સાંજે 7.45 કલાકે અમ્પાયર મેદાનનું નિરીક્ષણ કરશે. થોડા સમયમાં ટૉસ થવાની સંભાવના છે. મેચમાં વિલંબ પણ થઈ શકે છે.

IND vs PAK Live: પાકિસ્તાનની પ્લેઇંગ XI

મોહમ્મદ રિઝવાન (વિકેટ-કીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખાર જમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ, મોહમ્મદ આમિર.

IND vs PAK Live: ભારતની પ્લેઇંગ XI

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

પાકિસ્તાને છેલ્લી મેચ બાદ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે અને આઝમ ખાનને પડતો મુક્યો છે. તેના સ્થાને ઇમાદ વસીમ પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે.