July 4, 2024

CAA અંતર્ગત પહેલીવાર મળી ભારતીય નાગરિકતા, 14 લોકોને મળ્યા સિટિઝનશીપ સર્ટિફિકેટ

અમદાવાદ: સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ લાગુ થયા બાદ આજે પ્રથમ વખત 14 લોકોને નાગરિક્તા સર્ટિફિકેટ સોંપવામાં આવ્યું છે. આ સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને અફઘાનિસ્તાનથી બિન-મુસ્લિમ સ્થળાંતર કરનારાઓને ભારત નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ.

પીટીઆઈના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ પોર્ટલ દ્વારા તેમની અરજી પર પ્રક્રિયા કર્યા પછી 14 લોકોને પ્રમાણપત્રો સોંપ્યા હતા. આ પ્રસંગે સચિવ પોસ્ટ્સ ડિરેક્ટર અને ભારતના રજિસ્ટ્રાર જનરલ સહિતના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

આ પણ વાંચો: અમેરિકા હોય કે યુરોપ…ઝુકશે નહીં, નવા યુગનું ભારત પોતે લખે છે તેની વિદેશ નીતિ

કયા દેશોના લોકોને નાગરિકતા મળશે?
હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈનો, ખ્રિસ્તીઓ, પારસીઓ કે જે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી શરણાર્થી તરીકે ભારત આવ્યા છે. તેમને આ કાયદા અનુસાર 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવ્યા અને સ્થાયી થયા હતા. તેઓને નાગરિકતા આપવામાં આવશે.

સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ સૌપ્રથમ 2016 માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે અહીંથી પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યસભામાં અટવાયો હતો. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો અને પછી ચૂંટણીઓ આવી. ફરીથી ચૂંટણી પછી નવી સરકારની રચના કરવામાં આવી, તેથી તે ફરીથી ડિસેમ્બર 2019 માં લોકસભામાં રજૂ કરવામાં આવી. આ વખતે આ બિલ લોકસભા અને રાજ્યસભા બંને તરફથી પસાર થયું. રાષ્ટ્રપતિની મંજૂરી પછી આ કાયદો 10 જાન્યુઆરી 2020 થી ઘડવામાં આવ્યો હતો, પરંતુ તેની સૂચના આ વર્ષે 11 માર્ચે જારી કરવામાં આવી હતી.