November 23, 2024

ભારતીય નૌસેના બની ‘સંકટ મોચન’, 19 પાકિસ્તાનીઓના જીવ બચાવ્યા

પાકિસ્તાન ભારતમાં ગુનાખોરી ભલે કરતું હોય અને પાકિસ્તાન ભારતને દુશ્મન ગણે છે પરંતુ ભારત હંમેશા દુશ્મન દેશોની સહાય માટે આગળ રહ્યું છે. ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ 19 પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા છે. મળતી માહિતી અનુસાર સોમાલી ચાંચિયાએ માછીમારી જહાજને હાઇજેક કરી લીધું હતું. પરંતુ નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી શરૂ કરી હતી અને પાકિસ્તાની નાગરિકોને બચાવી લીધા હતા.

5 જાન્યુઆરીએ એક જહાજને બચાવ્યું હતું
મહત્વની વાત તો એ છે કે ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાની સાથે 5 જાન્યુઆરી 2024ના પણ ભારતીય નૌકાદળે સોમાલિયાના ચાંચિયાઓથી એક જહાજ અને તેમાં સવાર તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા. આ મિશન INS ચેન્નાઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને જહાજમાં સવાર તમામ 15 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ 15 ભારતીય ક્રૂ મેમ્બર્સ કાર્ગો શિપ એમવી લીલા નોરફોકમાં સવાર હતા.

આ પણ વાચો: કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’

ભારતીય જહાજને નિશાન
23 ડિસેમ્બર 2023ના રોજ, 21 ભારતીય ક્રૂ સભ્યોને લઈને લાઈબેરિયન-ધ્વજવાળા MV કેમ પ્લુટો પર ભારતના પશ્ચિમ કિનારે ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો. જેમાં દક્ષિણ લાલ સમુદ્રમાં ભારત તરફ જતી અન્ય કોમર્શિયલ ઓઇલ ટેન્કરને શંકાસ્પદ ડ્રોન હુમલાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હકીકતમાં ઇઝરાયેલ અને હમાસના સંઘર્ષ વચ્ચે, નૌકાદળે લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હૂથી આતંકવાદીઓ દ્વારા વધતા હુમલાઓને કારણે તકેદારી વધારવામાં આવી છે.

આ પણ વાચો: બર્ડ ફ્લૂ વાયરસનો ખતરો, પેંગ્વિનના મૃત્યુથી વૈજ્ઞાનિકો થયા એલર્ટ

1990 પછી સોમાલિયામાં ચાંચિયાઓનું પ્રમાણ વધ્યું
તમને જણાવી દઈએ કે સોમાલિયા એક એવો દેશ છે કે જ્યાં સમુદ્રમાં માછલીઓનો પુષ્કળ ભંડાર જોવા મળે છે. વર્ષ 1990 સુધી સોમાલિયાનું અર્થતંત્ર માછીમારી પર ટોટલ નિર્ભર હતું. તે સમયે ચાંચિયાઓનો ડર જોવા મળતો ના હતો. મોટા ભાગના લોકો માછલીનો વેપાર કરતા હતા અને તેમાંથી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યાર બાદ વિદેશી કંપનીએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. જેના કારણે લોકોના રોજગાર છીનવાઈ ગયો હતો. જેનાથી કંટાળીને સોમાલિયાના લોકોએ હથિયાર ઉપાડ્યા અને સમુદ્રી લૂંટારા બની ગયા હતા. માછીમારો લૂંટારા બનીને આ જહાજોને નિશાન બનાવવા લાગ્યા હતા. તેમણે વહાણ છોડવાના બદલામાં ખંડણી લેવાનું શરૂ કર્યું હતું.