સચિન, રોહિત અને કોહલી સહિતના ભારતીય ખેલાડીઓએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

Ratan Naval Tata: 9 ઓક્ટોબરે રાતના સમયે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું અવસાન થયું હતું. આ દુઃખદ સમાચાર બાદ સમગ્ર દેશમાં શોકની લહેર જોવા મળી હતી. તેમના મૃત્યુ પર, ભારતીય રમત જગત તરફથી પણ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સચિનથી લઈને વિરાટ કોહલી સુધીના નામોનો સમાવેશ થાય છે.

ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ આપી
ભારતીય રમત જગતના ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રતન ટાટાના નિધન પર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ અને નીરજ ચોપડા સહિત અનેક સ્પોર્ટ્સ સ્ટાર્સે તેમને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટાના નિધન પર ટ્વિટ કરતા વીરેન્દ્ર સેહવાગે લખ્યું કે અમે ભારતના એક સાચા રતન શ્રી રતન ટાટા જીને ગુમાવ્યા છે. તેમનું જીવન આપણા બધા માટે પ્રેરણા બની રહેશે અને તેઓ હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. ઓમ શાંતિ.

વિરાટ કોહલીએ સોશિયલમાં લખ્યું
વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર રતન ટાટાના નિધન પર તેમની ફોટો સ્ટોરી પોસ્ટ કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ રતન ટાટાના નિધન પર ટ્વીટ કર્યું હતું, લખ્યું કે એક વ્યક્તિ જેનું હૃદય સોના જેવું હતું. સાહેબ, તમને હંમેશા એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે કે જેમણે ખરેખર બીજાની ચિંતા કરી અને પોતાનું જીવન બીજાના ભલા માટે જીવ્યું.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

નિરજ ચોપરાએ પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ
ભારત માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર જેવલિન થ્રો એથ્લેટ નિરજ ચોપરાએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે શ્રી રતન ટાટા જીના નિધન વિશે સાંભળીને હું ખૂબ જ દુઃખી છું. તેમણે સમગ્ર દેશને પ્રેરણા આપી. હું પ્રાર્થના કરું છું કે તેમના પ્રિયજનોને શક્તિ મળે. ઓમ શાંતિ.