October 5, 2024

Indian Women cricket Team: T20 એશિયા કપ માટે Indian Teamની જાહેરાત

Indian Women Team T20 Asia Cup: મહિલા T20 એશિયા કપ 19 જુલાઈથી શરૂ થશે. જેના માટે મહિલા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મહિલા ટીમ ઈન્ડિયાની જવાબદારી હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે. સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. તેનું પ્રદર્શન સારૂં જોવા મળી રહ્યું છે. તેણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેણે ઘણા રન બનાવ્યા છે. ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. 4 ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.

વિકેટકીપરનો સમાવેશ
દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ રમી રહેલા મોટાભાગના મહિલા ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વિકેટકીપર તરીકે રિચા ઘોષ અને ઉમા છેત્રીને તક આપવામાં આવી છે. જેમિમાહ રોડ્રિગ્સ અને શેફાલીને પણ તક આપવામાંઆવી છે. રિઝર્વ પ્લેયર તરીકે શ્વેતા સેહરાવત, સાયકા ઈશાક, તનુજા કંવર અને મેઘના સિંહને સામેલ કરવામાં આવી છે. મહિલા ભારતીય ટીમ T20 એશિયા કપ માટે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. જેમાં પહેલી મેચ પાકિસ્તાનની સામે 19 તારીખે રમાશે.

આ પણ વાંચો: MS Dhoni Birthday: ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા છતાં ધોની કેવી રીતે કમાય છે કરોડો રૂપિયા?

મહિલા ટી20 એશિયા કપ માટે ભારતીય ટીમ:
જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટમેન), ઉમા છેત્રી (વિકેટેઇન), પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના. , રાધા યાદવ, શ્રેયંકા પાટિલ અને સજના સજીવન. અનામત: શ્વેતા સેહરાવત, સાયકા ઈશાક, તનુજા કંવર અને મેઘના સિંહ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, દીપ્તિ શર્મા