November 23, 2024

ભારતીય ટીમને લાગ્યો મોટો ફટકો!

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ ધર્મશાલાના મેદાન પર રમાઈ રહી છે. ત્યારે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે, રોહિત શર્મા વિશે ખરાબ સમાચાર આવ્યા છે. જેને લઈને BCCIએ X પર માહિતી આપી હતી. શું આપી માહિતી આવો જાણીએ.

પીઠની સમસ્યા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પર કેપ્ટન રોહિત શર્માના ત્રીજા દિવસે ફિલ્ડિંગ ન કરવાના કારણને લઈને ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું કે રોહિતને પીઠમાં દુખાવો છે. જેના કારણે તેણે ફિલ્ડિંગ કર્યું નથી. કેપ્ટન રોહિત શર્માએ બે શાનદાર સદીની ઇનિંગ્સ રમી હતી. હાલ તો રોહિતની ગેરહાજરીમાં કેપ્ટનશિપની જવાબદારી જસપ્રિત બુમરાહના શીરે છે.

શાનદાર બેટિંગ પ્રદર્શન
ધર્મશાલા ટેસ્ટ મેચ રમાઈ રહી છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ શાનદાર સદીની ભાગીદારી કરી હતી. આ પછી રોહિતે 103 રનની ઇનિંગ રમી તો શુભમન ગિલ પણ 110 રનની ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે આ ઇનિંગમાં 5 વિકેટ લીધી અને જેમ્સ એન્ડરસન અને ટોમ હાર્ટલીએ 2-2 વિકેટ લીધી હતી.

બેન સ્ટોક્સ પર જીતન પટેલ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે જે ધર્મશાલાના મેદાન પર રમાઈ રહી છે. ટેસ્ટ મેચ ધર્મશાલાના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ સદી ફટકારવામાં આવી હતી. તેણે 103 રનની ઇનિંગ રમી હતી. ત્યારે ઈંગ્લેન્ડના આસિસ્ટન્ટ કોચે આ અંગે મોટું નિવેદન આપ્યું હતું. જીતન પટેલે કહ્યું કે સ્ટોક્સના નસીબમાં લખેલું છે કે તે આટલો શાનદાર બોલ ફેંકશે અને પોતાની સદી પૂરી કરી ચૂકેલા રોહિત શર્માની વિકેટ લેશે.