December 13, 2024

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી, સેમીફાઈનલમાંથી બહાર થવાનો ખતરો

Indian Women’s Cricket Team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પહેલી મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની પહેલી મેચમાં હાર થતાની સાથે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે સેમિફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને વધારે મહેનત કરવી પડશે.

ટીમની મુશ્કેલીઓ વધી
ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મુશ્કેલીમાં વધારો થયો છે. ટીમ ઈન્ડિયાની પહેલી જ મેચમાં હાર થઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતીય મહિલા ટીમને 58 રને હાર આપી હતી. હારના કારણે ટીમ ઈન્ડિયાને હવે સેમીફાઈનલમાંથી બહાર થવાનું જોખમ વધારે છે. ટીમ ઈન્ડિયાનું પહેલી જ મેચમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. લોકોને અપેક્ષા હતી કે મહિલા ભારતીય ટીમ કંઈ કરી બતાવશે પરંતુ નિરાશા મળી હતી.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

સેમીફાઈનલ સુધીનો રસ્તો મુશ્કેલ
મહિલા T20 વર્લ્ડ કપ માટે 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની અને પાકિસ્તાન, શ્રીલંકાની ટીમ સામેલ છે. ટોપ ટુમાં રહેવા માટે દરેક મેચ ખૂબ જ ખાસ છે. ટોપ ટુમાં રહેવા માટે તમામ મેચ દરેક ટીમ માટે ખાસ રહેવાની છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચમાં મોટા અંતરથી હારી ગઈ છે. જેના કારણે મહિલા ઈન્ડિયા ટીમને નેટ રન રેટમાં નુકસાન થયું છે. ઈન્ડિયાની ટીમ તેની આગામી મેચ પાકિસ્તાન સામે રમવાની છે.