February 19, 2025

આવતીકાલે વધુ 119 ભારતીય USથી ડિપોર્ટ કરાશે

Indians deported from US: આવતીકાલે વધુ 119 ભારતીય USથી ડિપોર્ટ કરવામાં આવશે. જેમાં 8થી 10 ગુજરાતીનો સમાવેશ થાય છે. રવિવારે બીજી એક ફ્લાઇટ અમૃતસર લેન્ડ થશે. ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે ખાસ ફ્લાઇટ્સ અમેરિકાથી એક પછી એક ભારત પહોંચી રહી છે.

પણ વાંચો: ST બસની અનિયમિત હોવાથી ખાંભાના વિદ્યાર્થીઓ પરેશાન, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું 

ફ્લાઇટમાં 8 ગુજરાતીનો સમાવેશ
ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બે ખાસ ફ્લાઇટ્સ ફરી ભારત આવી રહી છે. જેમાં ટોટલ 119 ભારતીય આવશે તેમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. શનિવારે આવતી ફ્લાઇટ રાતના સમયે પહોંચી શકે છે.