January 15, 2025

ભારતનો ટૉપ વેલ્યૂએબલ સેલિબ્રિટી છે વિરાટ કોહલી, જાણો કયા સેલિબ્રિટીની કેટલી વેલ્યૂ

Most Valued Celebrities in india: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભલે આઇપીએલનો ખિતાબ જીતવામાં વધુ એક વખત ચૂકી ગયો હોય. પરંતુ એક મામલે તેણે કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર શાહરૂખ ખાનને પછાડી દીધો છે. બોલિવૂડના કિંગખાનથી પણ વધુ વેલ્યૂએબલ સેલિબ્રિટી વિરાટ કોહલી છે, માત્ર આટલું જ નહીં કોહલીએ Kroll Celebrity Brand Valuation તરફથી જારી કરવામાં આવેલ લિસ્ટમાં રણવીર સિંહને પણ પાછળ છોડી દીધો છે.

વિરાટ કોહલીની સેલિબ્રિટી બ્રાંડ વેલ્યૂ બોલિવૂડ સ્ટાર્સથી પણ વધુ
વિરાટ કોહલીની દિવાનગી ફેન્સના હૃદયમાં કેવી રીતે ચઢેલી છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે માયાનગરીના રાજા એટલે કે કિંગ ખાન પણ તેનાથી પાછળ છે. ટી-20 વિશ્વ કપમાં અત્યાર સુધી ફેલ રહેલા કોહલીના સેલિબ્રિટી વેલ્યૂ પર તેની કોઇ અસર જોવા મળી નથી. કંસલ્ટેંસી ફર્મ ક્રોલ અનુસાર, ગત વર્ષે વિરાટની કુલ બ્રાન્ડ વેલ્યૂમાં લગભગ 29 ટકાની વૃદ્ધિ થઇ છે.

કોહલીની સેલિબ્રિટી વેલ્યૂ, શાહરૂખ ખાનને છોડ્યો પાછળ
2023માં તેની બ્રાન્ડ વેલ્યૂ લગભગ 227.9 મિલિયન અમેરિકન ડોલર આંકવામાં આવી હતી. 203.1 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂની સાથે રણવીર સિંહ બીજા સ્થાન પર છે. જ્યારે સુપરસ્ટાર અને આઇપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન 120.7 મિલિયન અમેરિકન ડોલર સાથે ત્રીજા ક્રમે છે. આ લિસ્ટમાં એમએસ ધોની અને સચિન તેંડુલકર પણ સામેલ છે. ધોનીની બ્રાંડ વેલ્યૂ 95.8 મિલિયન અમેરિકન ડોલર છે. જ્યારે સચિન 91.3 મિલિન અમેરિકન ડોલર સાથે આ લિસ્ટમાં આઠમા સ્થાને છે.

આ પણ વાંચો: ન્યુઝીલેન્ડના વધુ બે ખેલાડીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને ફગાવી દીધો

વિરાટ કોહલી ટી-20 વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાની સાથે છે.
ઉલ્લેખનિય છે કે, બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો પતિ વિરાટ કોહલી અમેરિકાથી થઇ હાલમાં કેરેબિયાઈ આઇલેન્ડમાં છે. તે ટીમ ઈન્ડિયા સાથે ટી-20 વિશ્વ કપ 2024માં ભાગ લઈ રહ્યો છે. ટૂર્નામેન્ટના સુપર-8ની પ્રથમ મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીના ચાહકો એ વાતની આશા રાખી રહ્યા છે કે કોહલી પોતાના નિરાશાનજર પ્રદર્શનથી બહાર આવીને ફોર્મમાં આવી જાય.