વડોદરામાં રમાશે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ, ભારતીય ટીમ આજે રાત્રે વડોદરા આવશે

Masters League: કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થશે. 28 ફેબ્રુઆરીથી ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ રમાશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચ રમાશે. જેમાં સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ આ મેદાનમાં રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ગઈ કાલે વડોદરા પહોંચી ગઈ છે.
આ પણ વાંચો: Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાની હવે થશે ખરી કસોટી, 25 વર્ષ પહેલાનો બદલો લેવાની તક
આ ખેલાડીઓ રમતા મળશે જોવા
સચિન તેંદુલકરને ફરી મેદાનમાં રમતા જોવા મળવાની તક મળશે. વર્ષ 2000 અને 2010ના દાયકાના કેટલાક સૌથી પ્રખ્યાત ખેલાડીઓ સામેલ છે. તેની સાથે સાથે યુવરાજ સિંહ, સુરેશ રૈના અને અંબાતી રાયડુ ફરી મેદાનમાં જોવા મળશે. ભારત- વેસ્ટઇંડિઝની ટીમ આજના દિવસે વડોદરા પહોંચી જશે. ઓસ્ટ્રેલીયા માસ્ટર્સની ટીમ ગત રાતે વડોદરા એરપોર્ટ પહોંચી હતી. જેમાં કેપ્ટન શેન વોટ્સન અને શોન માર્શ સહિતના તમામ ક્રિકેટર્સનું સ્વાગત કરવામાં આવ્યું છે. કેટલા ક્રિકેટરો તેમના પરિવાર સાથે આવ્યા છે. આજે ઇન્ડિયન માસ્ટર્સની ટીમ પણ વડોદરા આવશે.