November 23, 2024

iPhone 16 સિરીઝમાં થશે આ પાંચ મોટા ફેરફાર

iPhone 15 vs iPhone 16: iPhone 16 ના લૉંચ જાહેરાત સત્તાવાર રીતે કરાવી દેવામાં આવી છે. એપલની જાહેરાત સાથે જ કરોડો ચાહકોની રાહ પણ ટૂંક સમયમાં પૂરી થઈ જવાની છે. તમને જણાવી દઈએ કે નવી આઇફોન સિરીઝ ભારત સહિત વૈશ્વિક બજારોમાં 9 સપ્ટેમ્બરે લૉંચ થશે. Apple આગામી iPhone શ્રેણીમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max લૉંચ કરશે. આવો અમે તમને iPhone 16 માં તેના લૉંચ પહેલા 5 મુખ્ય અપડેટ્સ વિશે માહિતી આપીએ.

  • Apple નવી સીરીઝમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે. ડિઝાઇનથી લઈને સોફ્ટવેર સુધીના ઘણા મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. તમે iPhone 16 સીરીઝમાં Apple Intelligence નો સપોર્ટ પણ જોઈ શકો છો.
  • Appleએ iPhone 15 Pro સિરીઝમાં એક્શન બટન આપ્યું હતું, પરંતુ આ વખતે કંપની iPhone 16 સિરીઝના બેઝ વેરિઅન્ટમાં જ એક્શન બટન આપવાની સંભાવના જોવા મળી રહી છે.
  • iPhone 16ને લઈને જે માહિતીઓ બહાર આવી રહી છે તે પ્રમાણએ આ વખતે Apple નવી સીરીઝના તમામ સ્માર્ટફોન A18 Bionic ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. અગાઉની જો વાત કરવામાં આવે તો કંપની ફક્ત પ્રો મોડલ્સમાં જ નવા ચિપસેટને સપોર્ટ કરતી હતી. A18 ચિપસેટ સાથે ગ્રાહકોને મજબૂત પરફોર્મન્સ મળશે.
  • કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે iPhone 16 સીરિઝ એપલ AI સપોર્ટ સાથે માર્કેટમાં આવી શકે છે. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ઘણા પાવરફુલ ફીચર્સ તમને મળી શકે છે.

આ પણ વાંચો: ફેક વીડિયોમાં ‘ફેકમફેક’, આવા કડવા વેણ ન બોલે કોહલી

  • iPhone 16 સિરીઝમાં મોટો ફેરફાર ડિઝાઇનમાં જોવા મળી શકે છે. આ સિરીઝમાં એપલ નવી ડિઝાઈન પણ લૉંચ કરી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ડિસ્પ્લે પણ બીજી બધી સિરિઝ કરતી મોટી જોવા મળી શકે છે.
  • આઇફોન 16 સીરીઝમાં કેમેરા સેટઅપમાં ફેરફાર જોઇ શકાય છે. વર્ટિકલ કેમેરા સેટઅપ સાથે iPhone 16 આવી શકે છે. કેમેરામાં AI ફીચર્સ એડ કરવામાં આવશે.