July 5, 2024

iPhone 16ની બેટરીની વિગતો આવી સામે, જૂના મોડલ કરતાં બેસ્ટ?

iPhone 16 Details: આઇફોન 15 લૉન્ચ થયાને હજુ થોડા જ મહિના થયા છે. ત્યારે લોકો હવે iPhone 16 વિશે વિચારવા લાગ્યા છે. તો બીજી બાજુ iPhone 16 વિશે ઘણી બધી માહિતી બહાર આવી રહી છે. રોજ નવી નવી માહિતી બહાર આવી રહી છે. જેમાં થોડા દિવસો પહેલા તેના કેમેરા અને રેમ સાથે જોડાયેલી માહિતી સામે આવી હતી. તો હાલ આવનારી સિરીઝની બેટરીની માહિતીઓ માર્કેટમાં આવી ગઈ છે. ચાલો જાણીએ શું થઈ રહી છે iPhone 16 વિશે ચર્ચા.

બેટરી સંબંધિત માહિતી
એપલ તેના ઉપકરણોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ તેમાં પણ આઇફોનને લઈને વધારે ચર્ચાઓ થતી જોવા મળે છે. આઇફોન લોકોમાં લોકપ્રિય જોવા મળે છે. એપલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં iPhone 15 સિરીઝ લોન્ચ કરી હતી. iPhone 15 સિરીઝની વાત કરવામાં આવે તો iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxનો સમાવેશ કરવામાં આવ્યો છે. iPhone 15 લૉન્ચ થયા બાદ હવે iPhone 16ના અપડેટ્સ અને ફીચર્સ વિશેની માહિતી પણ ઑનલાઇન ફેલાવા લાગી છે. ત્યારે આજે આપણે iPhone 16ના બેટરી સંબંધિત માહિતી વિશે જાણીએ.

નવી બેટરીની ડિઝાઇન
અગાઉની સિરીઝની જેમ iPhone 16 સિરીઝમાં પર 4 મોડલનો સમાવેશ કરાયો છે. મળતી વિગતો અનુસાર iPhone 16 સિરીઝના કેટલાક મૉડલમાં iPhone 13 સિરીઝમાં જોવા મળતી L-આકારની બેટરી ડિઝાઇન જોવા નહીં મળે. જે માહિતી વાયરલ થઈ રહી છે તે અનુસાર iPhone 16 Plusમાં 4,006mAh બેટરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. iPhone 16 Pro Max વિશે વાત કરીએ, તો તેમાં 4,676mAhની મોટી બેટરી મળી શકે છે. આ વાયરલ માહિતીઓમાં હજુ iPhone 16 Pro વિશે કોઈ માહિતી સામે આવી નથી. iPhone 15માં 3,279mAhની બેટરી છે, જ્યારે Pro Maxમાં 4,352mAhની બેટરી છે.

અંડરવોટર મોડ
Apple આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં iPhone 16 લોન્ચ કરી શકવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. હજુ તો ઘણો સમય બાકી છે આ પહેલા તેના ફીચર્સ અંગે લીક થવાનું શરૂ થઈ ગયું છે. લેટેસ્ટ રિપોર્ટમાં iPhone 16ની એક અનોખી વિશેષતા સામે આવી છે. જો લીક્સની વાત માનવામાં આવે તો પની iPhone 16 સિરીઝને અંડરવોટર મોડ સાથે લોન્ચ કરવાની છે. હવે તેમાં કેટલી હકીકત છે તે iPhone 16 લોન્ચ થયા બાદ ખબર પડશે.