iPhone SE 4ના લોન્ચની વિગતો આવી સામે, આ તારીખે થશે લોન્ચ
iPhone SE 4 થોડા જ સમયમાં લોન્ચ થઈ શકે છે. આ ફોન 5G અને AI સુવિધાઓથી સજ્જ જોવા મળશે. આ પહેલું SE મોડલ હશે, જેને USB Type C ચાર્જિંગ અને AI ફિચર સાથે લોન્ચ કરવામાં આવશે. Apple ઘણા મોટા અપગ્રેડ સાથે પોતાનો iPhone લોન્ચ કરવા જઈ રહી છે. આ વચ્ચે હવે iPhone SE 4ની લોન્ચ કયારે થશે તેની તારીખ સામે આવી છે. માર્ક ગુરમેને પોતાના X હેન્ડલથી ફોન કયારે લોન્ચ થશે તેની વિગતો શેર કરી છે. આવો જાણીએ ક્યારે લોન્ચ થશે આ ફોન.
આ પણ વાંચો: વોડાફોન આઈડિયાએ 17 જગ્યાએ શરૂ કરશે 5G સર્વિસ
કયારે લોન્ચ થશે?
માર્ક ગુરમેને પોતાના X હેન્ડલથી ફોનના લોન્ચ વિશે વિગતો શેર કરી છે. iPhone SE 4 જાન્યુઆરીમાં લોન્ચ થઈ શકે છે. આ પહેલાની વાત કરવામાં આવે તો Apple માર્ચ અથવા એપ્રિલમાં તેનું સસ્તું SE મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. iPhone SE 4ને iPhone 16E ના નામ સાથે લોન્ચ કરી શકે છે. આ ફોનમાં 48MP સિંગલ રિયર કેમેરા મળે છે. આ ફોનની શરૂઆતી કિંમત 500 ડોલર એટલે કે અંદાજે 42,000 રૂપિયા હોઈ શકે છે.