June 28, 2024

IPL 2024 ફાઈનલ પહેલા શાહરૂખ ખાને સૌથી ખરાબ સમયને કર્યો યાદ

IPL 2024 Final: આજે આઈપીએલ 2024ની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચનું આયોજન ચિદમ્બરમ સ્ટેડિયમ ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે. આ પહેલા KKRની શાહરૂખ ખાને ટીમના સહ-માલિક તરીકેનો સૌથી ખરાબ સમયને શેર કર્યો છે.

શાહરૂખ ખાને ખરાબ દિવસને કર્યો યાદ
બે વખતની IPL ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા આજે હૈદરાબાદ સામે ટકરાશે. આ પહેલા શાહરુખ ખાને એ સમયને યાદ કર્યો હતો કે સમયે ગૌતમ ગંભીરે ટીમના કેપ્ટન હતા. આજના દિવસે KKRની ટીમને ત્રીજી વખત IPL ચેમ્પિયન બનવાની પુરી આશા છે. મેચ પહેલા શાહરુખ ખાને એ દિવસને યાદ કર્યો જે સમયે ગૌતમ ગંભીર ટીમની કમાન સંભાળી રહ્યા હતા. શાહરૂખ ખાને કહ્યું કે ગૌતમ ગંભીરે 2012 અને 2014માં કોલકાતા નાઈટ રાઈડર્સને આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું.

આ પણ વાંચો: વરસાદને કારણે IPL 2024 Final Match રદ્દ થાય તો કોણ વિજેતા બનશે?

વીડિયો ક્લિપ શેર
સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે વિશ્વમાં લોકોની શ્રેષ્ઠ ટીમ હોવા છતાં, અમે ફક્ત હારી રહ્યા હતા. મને હજુ પણ યાદ છે કે તે સૌથી દુઃખદ ક્ષણ હતી. અહિંયા એ વાત મહત્વની છે કે ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ માટે લકી ચાર્મ જેવો છે. ગંભીરની કપ્તાનીમાં KKR એ તેના બંને IPL ટાઇટલ જીત્યા હતા. આ વખતે ગંભીર ટીમના મેન્ટર તરીકે પરત ફર્યો અને KKR ફાઇનલમાં પહોંચી ગયું છે.