June 28, 2024

IPL 2024: ફાઈનલ પહેલા SRHએ લીધો મોટો નિર્ણય

IPL 2024 Final: આવતીકાલે SRH અને KKR વચ્ચે IPL 2024ની ફાઈનલ રમાવાની છે. આ મેચ પહેલા હૈદરાબાદના ખેલાડીઓએ પોતાને ફિટ રાખવા માટે શનિવારે પ્રેક્ટિસ સેશન કેન્સલ કરી દીધું હતું. કોલકાતાની ટીમે ગઈ કાલે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. આજના દિવસે ત્રણ કલાકના નેટ સેશનનું આયોજન કરાયું હતું.

પ્રેક્ટિસ સેશન રદ કર્યું
IPL 2024 ની ટાઈટલ જંગ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આવતીકાલે રમાશે. પરંતુ આ પહેલા હૈદરાબાદના એક નિર્ણયે તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા છે. જેમાં શુક્રવારે ક્વોલિફાયર-2 જીત્યા બાદ, SRH એ શનિવારે પ્રેક્ટિસ સેશન રદ કરી દીધું હતું. ઉલ્લેખનિય છે કે ગઈ કાલે રાજસ્થાનની ટીમને હરાવીને હૈદરાબાદની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. આજના દિવસે હૈદરાબાદની ટીમે આરામ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો: Hardik Pandya Divorce: હાર્દિક પંડ્યાની પ્રોપર્ટીનો 70 ટકા હિસ્સો નતાશાને મળશે!

ચેન્નાઈમાં ભારે ગરમી
એક અહેવાલમાં આપેલી માહિતી પ્રમાણે ચેન્નાઈમાં ભારે ગરમી પડી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ખેલાડીઓએ પોતાને ફિટ રાખવા આજનું પ્રેક્ટિસ સેશન રદ કરી દેવામાં આવ્યું છે.પેટ કમિન્સ મેચ પહેલા ખેલાડીઓને એકદમ ફ્રેશ રાખવા માંગે છે. ગઈ કાલે કોલકાતાની ટીમે ગૌતમ ગંભીરના નેતૃત્વમાં ટીમે શુક્રવારે પ્રેક્ટિસ કરી હતી. અત્યારે સાંજે 6 વાગ્યાથી લઈને રાતના 9 વાગ્યા સુધી નેટ સેશનનું આયોજન કરવામાં આવશે. કોલકાતાની ટીમ ફાઈનલ માટે જબદરસત મહેનત કરી રહી છે. મહત્વની વાત એ છે કે આ વખતની સિઝનમાં KKRની ટીમનું ખુબ સારૂ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ સાથે હૈદરાબાદની ટીમનું પ્રદર્શન પણ જબરદસ્ત જોવા મળ્યું છે. બંને ટીમમાંથી હવે કોણ કાલની મેચમાં જીત મેળવશે તે તો હવે જોવાનું રહ્યું. પરંતુ હાલ KKRનું સ્થાન પ્રથમ પર છે અને હૈદરાબાદની ટીમનું સ્થાન બીજા સ્થાન પર છે.