December 4, 2024

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની ઘરઆંગણે હાર, હાર્દિક પંડ્યાએ શું કહ્યુ…

IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની ઘર આંગણે હાર થઈ છે. મહત્વની વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સે પરાજયની હેટ્રિક ફટકારી છે. ત્રીજી વખત હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સને હારવાનો વારો આવ્યો છે.

વિકેટ લીધી
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવી દીધું હતું. મુંબઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગ (39 બોલમાં 54 રન)ની અડધી સદીની મદદથી 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા (34), તિલક વર્મા (32) આ સિવાય કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો.

આ પણ વાંચો:  કોણ છે મયંક યાદવ? IPLમાં માત્ર આટલા લાખમાં ખરીદવામાં આવ્યો

શું કહ્યું હાર્દિકે
હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું કે અમે ઈચ્છતા હતા તે રીતે શરૂઆત કરી ન હતી. મેચ દરમિયાન અમે એવી સ્થિતિમાં હતા કે અમે 150-160 રન સુધી કરી શકાશે. પરંતુ મારી વિકેટે આખી મેચને બદલી નાંખી હતી. મને લાગે છે કે હું આથી પણ વધું સારૂ કરી શક્તો હોત. જો બોલરોને થોડી મદદ મળે તે સારું છે. જોકે મહત્વની વાત એ છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમને આ ત્રીજી વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

પ્રથમ જીતની રાહ 
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં જીતનું હજુ ખાતું ખોલાવી શકાયું નથી. મુંબઈની ટીમને અત્યાર સુધીમાં 3 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ એક જ એવી ટીમ રહી છે કે જેનો હજુ કોઈ પણ મેચમાં વિજય થયો નથી. મુંબઈના બોલિંગ આક્રમણ સાથે રમતા SRHએ IPL ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. જોકે ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું.