December 22, 2024

હાર્દિક પંડ્યાના કારણે મુંબઈ ઈન્ડિયન્સ હાર્યું! ભૂતપૂર્વ ખેલાડીનું ટ્વીટ

IPL 2024: ગઈ કાલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હાર થઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સ ટીમને 31 રનથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.આ વચ્ચે ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે પણ ટ્વીટ કરીને હાર્દિક પંડ્યાની ધીમી બેટિંગને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

સવાલો ઉઠાવ્યા
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરવાનો વારો આવ્યો ત્યારે તેની બેટિંગ સ્લો હોવાના કારણે ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાર્દિક પોતાની બેટિંગમાં કંઈ ખાસ કરી બતાવ્યો ના હતો. તેણે માત્ર 24 રન જ બનાવ્યા હતા. જેમાં તેણે એક ફોર અને એક સિક્સર મારી હતી. આ વચ્ચે ભારતીય ખેલાડી ઈરફાન પઠાણે પણ ટ્વીટ કરીને હાર્દિક પંડ્યાની ધીમી બેટિંગને લઈને સવાલો ઉઠાવ્યા હતા. જેમાં તેમણે કહ્યિં કે ટીમના બાકીના બેટ્સમેનો 200 કે તેથી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યા છે, તો તે સ્થિતિમાં કેપ્ટન ટીમના 120ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવી શકતા નથી.

11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને તેમનો આ નિર્ણય ખુબ ખોટો સાબિત થયો હતો. કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બેટિંગમાં ધમાકેદાર સ્કોર કર્યો હતો. સનરાઇઝર્સની ટીમે IPL ઇતિહાસમાં 278 રનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો. ખાલી 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. આઈપીએલ ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.