November 26, 2024

રિયાન પરાગનો છવાયો બેટિંગનો જાદુ, કોહલી પણ પાછળ

IPL 2024: ગઈ કાલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ત્રીજી વખત હાર થઈ છે. પરંતુ તેની સાથે રિયાન પરાગે મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર ઈનિંગ્સ રમી છે. તેણે 54 રન બનાવ્યા હતા અને રાજસ્થાનને જીત અપવામાં મોટું યોગદાન આપ્યું હતું.

સતત ત્રીજી મેચ જીતી
IPL 2024માં રાજસ્થાન રોયલ્સે સતત ત્રીજી મેચ જીતી છે અને મુંબઈની ટીમની સતત ત્રીજી હાર મળી છે. મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ ટીમને જીતવા માટે 126 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે રાજસ્થાનની ટીમે આ સ્કોર આરામથી પુર્ણ કરી દીધો હતો. જીતની સાથે રાજસ્થાનના ખેલાડી રિયાન પરાગનું પ્રદર્શન સારૂ જોવા મળ્યું હતું. તેમની ટીમને જીત અપવામાં તેમનો મુખ્ય ભાગ રહ્યો હતો.

હરીફાઈમાં આગળ
રિયાગ પરાગ IPL 2024માં સંયુક્ત રીતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલી પણ આ હરીફાઈમાં આગળ છે. રિયાન પરાગ કોહલી કરતા આગળ છે. IPL 2024માં 181-181 રન બનાવ્યા છે. પરંતુ રેયાનની એવરેજ 181 છે. જ્યારે કોહલીની એવરેજ 90.85 છે. જેના કારણે રેયાન આ રેસમાં પ્રથમ સ્થાન પર છે અને કોહલીનું સ્થાન બીજા નંબર પર છે. ત્રીજા સ્થાનની વાત કરવામાં આવે તો હેનરિક ક્લાસેન 167 રન સાથે ત્રીજા સ્થાને છે. IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં રિયાન પરાગ- 181 રન, વિરાટ કોહલી- 181 રન, હેનરિક ક્લાસેન- 167 રન, શિખર ધવન- 137 રન,ડેવિડ વોર્નર- 130 રન સ્થાન પર છે.

આ પણ વાંચો: ધોનીને સિક્સર ફટકારતા જોઈ આયશા ખાન ઉછળી પડી!

રાજસ્થાનની જીત
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવી દીધું હતું. મુંબઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગ (39 બોલમાં 54 રન)ની અડધી સદીની મદદથી 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા (34), તિલક વર્મા (32) આ સિવાય કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો.