સચિન તેંડુલકરે આ રીતે વધાર્યું ખેલાડીઓનું મનોબળ!
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રેકોર્ડબ્રેક મેચ રમાઈ હતી. જોકે મુંબઈ ઈન્ડિયન્સની હારના કારણે હાર્દિક ખુબ ટ્રોલ થયો છે. ત્યારે આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે.
સચિન તેંડુલકર મળ્યો જોવા
મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપતો સચિન તેંડુલકર જોવા મળી રહ્યો છે. સચિન તેંડુલકરે આ સમયે કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગના બીજા હાફમાં જ્યારે અમે 278 રનના ટાર્ગેટનો પીછો કરી રહ્યા હતા ત્યારે 10 ઓવર થઈ ગઈ હતી. આ સમયે કોઈને ખબર ના હતી કે કોની જીત થશે અને કોની હાર. વધુમાં તેણે જણાવ્યું કે અમે ઘણી સારી બેટિંગ કરી હતી. આગળ વધુ પડકારો હશે, તેથી આપણે એક સાથે કામ કરવું પડશે.
આ પણ વાંચો: ધોની બેટિંગ કરવા માટે કેમ નથી આવતો? કોચે સમજાવી ટેકનિકલ વાત
નિર્ણય ખુબ ખોટો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે આગળ જઈને તેમનો આ નિર્ણય ખુબ ખોટો સાબિત થયો હતો. કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બેટિંગમાં ધમાકેદાર સ્કોર કર્યો હતો. સનરાઇઝર્સની ટીમે IPL ઇતિહાસમાં 278 રનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો. ખાલી 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. આઈપીએલ ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે. આ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.
🗣️ "Toughest soldiers get the toughest test" 💪
Sachin & Hardik with some inspiring words after #SRHvMI 💙#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/yTkPCcuXQB
— Mumbai Indians (@mipaltan) March 28, 2024
શરમજનક હારનો સામનો
હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ IPLની 17માં બીજી વખત ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમના બોલરોનું ખુબ ખરાબ પ્રર્દશન જોવા મળ્યું હતું. મેચમાં શરમજનક હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે બોલિંગમાં વધુ સુધારાની વાત કરી હતી. વધુમાં કહ્યું કે અમે વિચાર્યું ન હતું કે આટલો મોટો સ્કોર બનશે. હું એમ નથી કહેતો કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના બેટ્સમેનોએ સારી બેટિંગ કરી ન હતી પરંતુ આ મેચમાં 500થી વધુ રન બનાવ્યા હતા. અમે ઘણી વસ્તુઓ કરી શક્યા હોત પરંતુ અમે તે કરી શક્યા નથી. આવનારી મેચને લઈને અમે અમારું પ્રદર્શન કરીશું.