CSKની હાર પછી અભિનેત્રી શ્રુતિ હાસન રોવા લાગી, વીડિયો થયો વાયરલ

IPL 2025: પેટ કમિન્સની આગેવાની હેઠળ હૈદરાબાદે ચેન્નાઈને 5 વિકેટથી હાર આપી હતી. ચેન્નાઈનો તેના હોમ ગ્રાઉન્ડ પર ચોથી હાર છે. જે ખૂબ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે. આ મેચ જોવા માટે અભિનેત્રી શ્રુતિ હાસન પણ સ્ટેડિયમમાં આવી હતી. ચેન્નાઈની ટીમની હાર થતાની સાથે શ્રુતિ હસન રોવા લાગી હતી. આ સમયનો તેનો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, ઈરાને કહી આ વાત

શ્રુતિ હસન રોવા લાગી
શ્રુતિ તેના મિત્રો સાથે આ મેચ જોવા પહોંચી હતી. ધોની જ્યારે બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો ત્યારે તે ખુશ જોવા મળી રહી હતી. જોકે, જ્યારે CSK મેચ હારી ગયું ત્યારે તે નિરાશ થઈ ગઈ હતી અને રડી પડી હતી. શ્રુતિ હાસન ઉપરાંત ઘણા સેલિબ્રિટીઓ આ મેચ જોવા માટે આવ્યા હતા. જેમાં તમિલ સુપરસ્ટાર અજિત કુમાર પણ હતા. ચેન્નાઈની સતત હાર થઈ રહી છે. જેના કારણે તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે. કેમ કે સતત હારના કારણે હવે પ્લેઓફની આશા લગભગ ખતમ થઈ ગઈ છે.