IPL 2025: 6 હાર બાદ પણ SRH પોતાની મોજમાં, માલદીવ ફરવા પહોંચી ટીમ

Sunrisers Hyderabad: પેટ કમિન્સની આગેવાની હેઠળની સનરાઇઝર્સ હૈદરાબાદનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. પહેલાની મેચમાં હૈદરાબાદની ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું હતું. IPL 2025માં ભલે હૈદરાબાદની ટીમનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળી રહ્યું ના હોય પરંતુ અચાનક ટીમે માલદીવ પહોંચી ગઈ છે. આવું થતાની સાથે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3
— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025
આ પણ વાંચો: શુભમન ગિલે પોતાના સંબંધો વિશે મોટો ખુલાસો કર્યો, કહ્યું હું છેલ્લા ત્રણ વર્ષથી સિંગલ છું
આ નિર્ણયથી ઘણા ચાહકો ચોંકી ગયા હતા
ટીમે હવે તેની આગામી મેચ 2 મેના રોજ ગુજરાતની સામે છે. આ મેચને હવે 7 દિવસની વાર છે. આ પહેલા ટીમ માલદીવ પહોંચી છે. ટીમ માલદિવ પહોંચી છે આ નિર્ણયથી ઘણા ચાહકોને આઘાત લાગ્યો છે. ફ્રેન્ચાઇઝીએ ટીમના ખેલાડીઓની માલદીવની આ ટૂરનો વીડિયો શેર કર્યો છે. 30 એપ્રિલ સુધીમાં અમદાવાદ પહોંચવાની અપેક્ષા છે. હૈદરાબાદ માટે હવે દરેક આગામી મેચ કરો યા મરો જેવી છે એમ છતાં ટીમ અત્યારે ફરવા નિકળી ગઈ છે.