IPL 2025: ધોનીએ નિવૃત્તિ અંગે મોટી જાહેરાત કરી, તોડ્યું મૌન

IPL 2025 CSK vs MI: આજે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાવાની છે. આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. આ વચ્ચે CSK કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવેદન આપ્યું છે. ધોની આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લેશે? હવે એમએસ ધોનીએ પણ એવો જ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: આજની મેચમાં હાર્દિક પંડ્યા કેમ નહીં રમી શકે?
CSK માટે રમવા વિશે ધોનીએ શું કહ્યું?
IPL 2025 માં ધોની સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આજની મેચ પહેલા ધોનીએ કહ્યું કે “હું જ્યાં સુધી ઇચ્છું ત્યાં સુધી CSK માટે રમી શકું છું – તે મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ તેઓ મને ખેંચીને લઈ જશે.” એમએસ ધોની પહેલી વાર આઈપીએલમાં અનકેપ્ડ ખેલાડી તરીકે રમતા જોવા મળશે.